ઈમરાને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું : અમેરિકા

0
26

જો કે પાકિસ્તાને આવી કોઈ વાતચીત થયાનો ઈન્કાર કર્યો
વોશિંગ્ટન/ઈસ્લામાબાદ,તા.૨૪
આતંકવાદ મુદ્દે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થઇ ગયો છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ગુરૂવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પહેલીવાર ચર્ચા કરી હતી. અમેરિકાનો દાવો છે કે, પોમ્પિયોએ ઇમરાન ખાનને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે, અમેરિકાએ આતંકવાદને લઇને કોઇ વાત નથી કરી.
અમેરિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાનના અફઘાન તાલિબાન અને અન્ય આતંકી જૂથોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી સમર્થન આપવાના કારણે પરેશાન છે. અમેરિકા પાકિસ્તાનને અનેક વખત ચેતવણી આપી ચૂક્યું છે, ઉપરાંત પાકિસ્તાનને મળતી સૈન્ય મદદમાં પણ કાપ મૂક્યો હતો.
અમેરિકાના ફોરેન ડિપાર્ટમેન્ટના સ્પોક્સપર્સન હીથર નુઅર્ટના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી પોમ્પિયોએ ઇમરાન ખાનને જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે આતંકવાદ પર વાત થઇ.
તેઓએ કહ્યું કે, પાક યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. પોમ્પિયોએ ઇચ્છા વ્યક્ત કરી છે કે, નવી સરકાર દ્વિપક્ષીય સંબંધો સુધારવામાં કામ કરે.
નુઅર્ટે એમ પણ કહ્યું કે, પોમ્પિયો અને ઇમરાનની વચ્ચે વાતચીત સારી રહી. અમેરિકા પોતાના ભૂતપૂર્વ નિવેદનો પર અડગ છે.
નુઅર્ટના નિવેદન બાદ પાકિસ્તાનના વિદેશ વિભાગના સ્પોક્સપર્સન મોહમ્મદ ફૈઝલે કહ્યું, અમેરિકાના વિદેશ મંત્રી અને પાક વડાપ્રધાન વચ્ચે વાતચીતને લઇને અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાનું નિવેદન યોગ્ય કરવું જાઇએ. બંને નેતાઓની વાતચીતમાં પાકિસ્તાનની જમીન પર ચાલી રહેલા આતંકવાદી જૂથો અંગે કોઇ ચર્ચા નથી કરવામાં આવી.
પાક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, માઇક પોમ્પિયો ૫ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન આવી શકે છે. જો એવું થાય છે તો તેઓ ઇમરાનને મળનારા વિદેશના પ્રથમ નેતા હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY