વિશ્વએ ભારત અને નરેન્દ્રમોદી માંથી ઘણું શીખવાની જરૂર છે:બિલ ગેટ્સ

0
64

ભારત ના પ્રધાનમંત્રી મોદીનું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સૌથી મોટું હથિયાર આધાર છે જેનો તેઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર ની લડાઈ લડવા માટે આધાર બ્રહ્માસ્ત્રા સમાન છે અને આ બ્રહ્માસ્ત્રના ડર ને કારણે ભ્રષ્ટાચારીઓ સતત આધાર વિરુદ્ધ આવાજ બુલંદ કરી રહ્યા છે.

આધારને બેંક, સબસીડી, ફોન નંબર, રાશન કાર્ડ અને અન્ય વસ્તુઓ સાથે જોડી તો માલુમ પડયું કે આટલા વર્ષોથી લાખો કરોડો રૂપિયાની સબસીડીઓ ખવાઈ જતી હતી પરંતુ હવે ડાયરેકટ બેંક ખાતામાં નાખતા દેશનાં રૂપિયા બચ્યા છે. આધારને ફરજિયાત કરતા કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ એ વિધવા વિલાપ શરૂ કર્યો હતો.

પરંતુ આધાર મુદ્દે વિશ્વના સૌથી અમિર વ્યક્તિ બિલ ગેટ્સે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા છે અને તેમણે કહ્યું છે કે આધારમાં જે ટેકનોલોજી વાપરવામાં આવી છે તેને લીધે કોઈ ડેટા લીકનો ખતરો નથી. બિલ ગેટ્સ આધારથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ World Bank સાથે મળી અન્ય દેશોને આધાર જેવી સિસ્ટમ પોતાનાં દેશોમાં લાગુ કરવા જણાવ્યું છે. બિલ ગેટ્સ ને જ્યારે કહેવામાં આવ્યું કે આધાર કોંગ્રેસ લાવી હતી તો તેમણે કહ્યું કે તેમના સમયે આધાર દુનિયાભરમાં જાણીતું ના હતું અને પ્રધાનમંત્રી મોદીએ આધારમાં ઘણાં બદલાવો લાવી તેને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ આપ્યું છે.

એક અબજ થી વધુ લોકોનો આધાર બનતા આધાર પ્રોગ્રામ વિશ્વનો સૌથી મોટો બાયોમેટ્રિક આઈડી સિસ્ટમ બન્યો છે. રસિયા, ફિલિપિન્સ તેમજ અન્ય દેશો આધારને પોતાના દેશમાં લાગુ કરવા માટે તેમના અધિકારીઓને ભારતમાં આ સિસ્ટમ સમજવા મોકલી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY