સુરત,તા.૧૬
હજીરા વિસ્તારમાં રિલાયન્સ કંપનીના સિક્યુરિટી ગાર્ડનું હીટ એન્ડ રનમાં મોત નીપજ્યું હતું. રોડ ક્રોસ કરતા પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિલાયન્સ કંપનીના ૪ નંબર ગેટ પાસે હીટ એન્ડ રની ઘટના સામે આવી છે. રિલાયન્સના કર્મચારી કંપનીમાં આવી રહ્યાં હતા. દરમિયાન ગેટ નંબર ૪ પાસે એક બાઈક પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. બાઇક સવારે એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. આ અકસ્માત બાદ બાઈક સવાર ફરાર થઈ ગયો હતો. કંપનીમાંથી દોડી આવેલા અન્ય કર્મચારીઓએ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




