હોર્ટિકલ્ચર ક્ષેત્ર મહત્ત્વના પ્રદાન અંગે અંજિતાબેન નાયકનું સન્માન મહિલા કિસાન દિવસે રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન

0
14

નવસારી, તા.૨
નવસારી જિલ્લાના ગણદેવાના અજિતાબેન નાયકનું મહિલા કિસાન દિવસે રાષ્ટ્રીય સ્તરે હોર્ટિકલ્ચર ક્ષેત્રે સારી કામગીરી બદલ રાષ્ટ્રીય બહુમાન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લા માટે ગૌરવપુર્ણ અને અભિનંદનીય ઘટના છે.
ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા પ્રતિવર્ષ મહિલા કિસાન દિવસે ખેતી અને બાગાયતી ખેતી ક્ષેત્રે દેશભરની ઉત્કૃષ્ઠ મહિલાઅોનું સન્માન કરવામાં આવે છે.
ગણદેવાના અજિતાબેન નાયક દ્વારા બાગાયતી ખેતી ક્ષેત્રે મુલ્યવૃદ્વિ માટે ખુબ સારી કામગીરી કરવામાં આવે છે. અગાઉ રાજય સરકાર દ્વારા પણ તેઅો સન્માનિત થઇ ચુકયા છે. ફળો, શાકભાજી ઉત્પાદનોનું સંરક્ષણ, મુલ્યવર્ધન, પેકેજીંગ ક્ષેત્રે શિક્ષણ મેળવીને તેઅો જાતે કામગીરી કરીને, બીજા ખેડુતોને માર્ગદર્શન પણ આપે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY