ભારતીય વહીવટી સેવામાં બારણા જા બિન સરકારી કંપનીઓના યોગ્ય અને દેશ સેવાની ભાવના ધરાવતા કુશળ લોકોના પ્રવેશ માટે ખોલવામાં આવ્યા છે તો તેનુ સ્વાગત કરવામાં આવે તે જરૂરીછે. દેશ સેવાની ભાવના ધરાવતા લોકો જા પ્રવેશ કરવા માટે તૈયાર છે તો આવા નિર્ણયનુ સ્વાગત કરવામાં આવે તે તમામની ફરજ છે. ભારતીય વહીવટી સેવાને ચોક્કસપણે સમર્પિત સ્વપ્રેરિત જનસેવકોની જરૂર છે. કેન્દ્ર સરકાર સંયુક્ત સચિવ સ્તરના ૧૦ અધિકારીઓની નિમણૂંક કરવા જઇ રહી છે. આના માટે મોટા પુસ્તકને વાંચવાની જરૂર પડશે નહી. સાથે સાથે સંઘ લોકસેવા આયોગની કઠોર પરીક્ષાને પણ પાસ કરવાની જરૂર દેખાઇ રહી નથી. બિન સરકારી ક્ષેત્રના અધિકારી સીધી રીતે ઇન્ટરવ્યુ મારફતે પસંદ કરી લેવામાં આવનાર છે. આની ભલામણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યા બાદ આને લઇને એક નવી ચર્ચા છેડાયેલી છે. આને લઇને માંગ પહેલા પણ થતી રહી છે. જા કે આ કોઇ ચોંકાવનારો નિર્ણય નથી. તેના બે કારણ રહેલા છે. પહેલુ કારણ એ છે કે બિન સરકારી કંપનીઓ અને કોર્પોરેટની ભારતીય શાસન વ્યવસ્થામાં દરમિયાનગીરી ખુબ વધારે છે. તે બાબતને તમામ લોકો સારી રીતે જાણે છે. બીજુ કારણ છે કે બિન સરકારીકરણના દોરમાં આ બાબત જરૂરી બની ગઇ હતી. જ્યારે સરકારી કાર્ય અને સેવા હવે આઉટસોસગ થવા લાગી ગઇ છે. સરકારો પણ હવે બિન સરકારી કંપનીઓની સલાહ લેવા લાગી ગઇ છે. આવી સ્થિતીમાં આ અધિકારીઓની દરમિયાનગીરી એક રીતે દેખાઇ રહી છે. જા કે તમામ જાણકાર લોકો ચોક્કસપણે માને છે કે આ ઐતિહાસિક નિર્ણયને અમલી કરવા મજબુત ઇચ્છાશક્તિ અને પારદર્શિ વ્યવસ્થા જરૂરી રહેશે. દેશ સેવા માટે સમર્પણ ખુબ જરૂરી છે. અમારે ત્યાં નિર્ણય વ્યવસ્થાગત ખામીથી દુર નથી. જેથી શંકાના વાદળો ઘેરાઇ આવે તે સ્વાભાવિક છે. એવુ બની શકે છે કે શક્તિશાળી કંપનીઓ પોતાના અધિકારીઓને સીધી રીતે સરકારી સેવામાં પ્રવેશ કરાવવા લાગી જાય, જેથી સાવધાનીની સાથે સાથે પારદર્શી વ્યવસ્થાની તાકીદની જરૂર છે. કોઇ શક્તિશાળી નેતા પોતાના પસંદગીના અધિકારીને ઘુસાડી શકે તેવુ પણ બની શકે છે. સેવામાં એવા જ બિન સરકારી અધિકારી આવે જે જંગી કમાણીના હેતુ ધરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




