રાજપીપળા : ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસ ની ઉજવણી નર્મદા જિલ્લા ના વિરસીંગપરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી, કાર્યક્રમ નું આયોજન નહેરુ યુવા કેન્દ્ર નર્મદા અને આદિવાસી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન અને કાયદાકીય માર્ગદર્શક તરીકે ડો.પ્રફુલ વસાવા ઉપસ્થિત રહ્યા તેમણે ભારતીય બંધારણ ના મૂળભૂત અધિકારો ગામડાઓમા બેઠેલા છેલ્લા વ્યક્તિ સુધી કેવીરીતે પહોંચે ,દરેક લોકો ના સામાજિક -આર્થિક – રાજકીય- શૈક્ષણિક વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે ના વિચારો રજુ કર્યા હતા.
કાર્યક્રમ મા ધારીખેડા ના સરપંચ કલ્પનાબેન વસાવા, પુર્વ તલાટી ભુપતભાઈ વસાવા,યોગેશભાઈ વસાવા, જેઠાભાઈ વસાવા, અજયભાઈ રાઉત,નરેશભાઈ વસાવા, નિલેશભાઈ વસાવા તથા અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં. 9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



