મોદી જ્યાં પણ જાય છે ત્યાં તેમને માનપાન મળે છે,ઇમરાન દુનિયામાં ભીખ માંગતા ફરે છે

0
350

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને મોદીની પ્રશંસા કરી
ઇસ્લામાબાદ,તા.૩૦
કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મામલે ભારતને કોઈ પણ હદે જવાની અને પરમાણું યુદ્ધની ધમકી આપી ચુક્યા છે. પરંતુ પૂર્વ પત્ની રેહમ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.
રેહમ ખાને પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સણસણતો સવાલ પૂછયો છે કે, દેશનું અર્થતંત્ર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે?
તાજેતરમાં જ રેહમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની વાત કરી રહી છે. વીડિયોમાં રેહમ ખાને કહ્યું કે, લોકો આજે મોદી સરકારને શા માટે પ્રેમ કરે છે, શા માટે કોઈ ભારત સાથે સંબંધ બગાડવા નથી માંગતું? આનું કારણ ભારતનું મજબૂત અર્થવ્યવસ્થા છે. સાઉદીએ રોકાણ કર્યું છે, યૂકે તેની સાથે છે, અમેરિકાને પણ ભારતમાં રસ છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં તેમને માનપાન મળે છે.
રેહમ ખાને કહ્યુ કે, યૂએઈમાં મેડલ મળ્યો તો (ઈમરાન ખાન) તમને તકલીફ થઈ રહી છે. તમે ભીખ માંગતા ફરો છે, હવે તમે મને જણાવો કે જો તમે તેના માટે પગની જૂતી જ છો તો પછી તે તમારું સન્માન કેવી રીતે કરે?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY