લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવી અસંભવ : મુખ્ય ચૂંટણી કમિશ્નર

0
11

ન્યુ દિલ્હી,તા.૧૪
દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો હજુ પોતાને અનુકૂળ આવે તેવા નિવેદન કરવામા મશગૂલ છે. ‘એક દેશ, એક ચૂંટણી’ મામલે ગઈકાલે ભાજપના પ્રતિનિધિ મંડળે સેન્ટ્રલ લો કમિશનની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. આ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આ દરમિયાન આજે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ‘હમણાં લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવી અસંભવ છે.’
ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવી અસંભવ છે તેના કારણાં એમ કહ્યું કે, વીવીપેટ મશીનોની હાલ અછત છે અને આ જા આ નિર્ણય લેવામાં આવે તો ખૂબ જ ગંભીર અને મજબૂતાઈથી લાગુ કરવો પડશે.
ઓ.પી.રાવતે વધુમાં એમ પણ કહ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવા માટે કાનૂની અને બંધારણીય ફેરફાર કરવા જરુરી છે. આ માટે જનપ્રતિનિધિ કાનૂન પણ બદલવો પડશે. આ ફેરફાર બાદ જ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવી સંભવ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર આગામી વર્ષમાં યોજાનાર દેશની સામાન્ય ચૂંટણી(લોકસભા)ની સાથે ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કરાવી શકે છે.
ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ચૂંટણી એક સાથે યોજવાની તરફેણ કરી રહ્યાં છે. એમને અભિપ્રાય અનુસાર એક સાથે ચૂંટણી યોજવાથી શક્તિ, સમય અને આર્થિક ખર્ચમાં બચત થશે. જાકે, આ મામલે કોંગ્રેસે હજુ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ મમતા બેનરજીની ટીએમસી સહિત અનેક પ્રાદેશિક પાર્ટીઓ ‘એક દેશ,એક ચૂંટણી’ની તરફેણમાં નથી.
જાક, હાલ તો ચૂંટણી કમિશનરે આજે સ્પષ્ટતા કરીને ‘એક દેશ,એક ચૂંટણી’ મામલા પૂર્ણવિરામ મૂકી દીધું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY