૨૦ વર્ષીય યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી

0
8

પાટણ,તા.૨૪
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ગામલોકો અને પરિવારે માટી દૂર કરતાં માટીમાં દટાયેલો તેનો હાથ જાવા મળતાં આ મામલે પોલીસને જાણ કરતાં વાગડોદ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પહોંચી તપાસ હાથ ધરી હતી.
યુવકને કોઇ અજાણ્યા શખસો સાથે કોઇ કારણોસર બોલાચાલી થઇ હતી જેના પગલે તેની હત્યા કરી લાશને દાટી દેવાઇ હોવાની શંકાને લઇ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના ધારુસણ ગામનો યુવક ધવલ રાજુભાઈ જાશી (ઉં.વ.ર૦) ગઈ કાલ બપોર પછી બહાર ગયા બાદ ગુમ થયો હતો. ઘરે પરત ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. દરમ્યાનમાં ગૌચર વિસ્તારમાં સુજલામ સુફલામ નામે તાજી પુરાયેલી માટી દૂર કરતાં એકાદ ફૂટ નીચે એક હાથ જાવા મળ્યો હતો.
ગામલોકો અને તેનાં પરિવારજનોને જાણ થતાં તેઓ તાતકાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. માટી ખસેડી મૃતદેહ બહાર કાઢવામાં આવતાં ધવલનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. કોઈ અજાણી વ્યકિત ઓ સાથે તેને માથાકૂટ થઇ હતી, જેની અદાવતમાં હત્યા કરી જમીનમાં દાટી દીધો હોય તેવી આશંકા વ્યક્ત થઈ હતી.
ઘટના અંગે વાગડોદ પોલીસે ગામમાં પહોંચી પ્રારંભિક કામગીરી હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY