ચંદ્રમાન-ર મિશન ફરી ટળ્યું ચોથા સ્થાન માટે ભારત ઈઝરાયેલ વચ્ચે રેશ

0
14

ન્યુ દિલ્હી,તા.૫
ભારતના સૌથી મહત્વકાંક્ષી ચંદ્રયાન-૨ મિશનને એક વખત ફરીથી ટાળી દેવાયું છે. ઇસરોના સૂત્રોના મતે તે આ વર્ષે આૅક્ટોબરના પહેલાં સપ્તાહમાં મોકલવાનું હતું, પરંતુ હવે તેને ડિસેમ્બર ૨૦૧૮ સુધી ટાળી દેવાયું છે. આ મિશનને ગયા વર્ષે ૨૩ એપ્રિલના રોજ મોકલવાનું નક્કી કરાયું હતું. તેની સાથે જ ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બનવાના ભારતીય સપનાને ફરી ઝાટકો લાગ્યો છે.
મોડું થવાનું કારણ ટેકનિકલી મુશ્કેલીઓ બતાવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી અમેરિકા, રૂસ અને ચીન પહેલાં જ ચંદ્ર પર પોતાની ઉપસ્થિતિ નોંધાવી ચૂકયા છે. હવે ચંદ્ર સુધી પહોંચવાની રેસમાં બે એશિયન દેશ ભારત અને ઇઝરાયલ છે. જાવાની વાત એ છે કે ભારતના મિશનને ટાળવાથી શું ઇઝરાયલ ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બની જશે.
ઉલ્લેખનીય છે કે ભારતના મૂન રોવરની પહેલી તસવીર ઇસરોના ૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચંદ્રયાન-૨ મિશનનો ખૂબ જ અગત્યનો હિસ્સો છે. આ ભારતની બીજી ચંદ્રની યાત્રા છે. ઇસરોના મતે ચંદ્રયાન-૨ સંપૂર્ણપણે સ્વદેશમાં વિકસિત મિશન છે. ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાનનું વજન અંદાજે ૩૨૯૦ કિલોગ્રામ છે અને તે ચંદ્રની ચારેબાજુ ચક્કર લગાવતા આંકડા એકત્ર કરશે.
સૂત્રોનું માનીએ તો ચંદ્ર પર જગ્યાએ હવે GSLV Mk I  ઉતરશે. GSLV Mk Iની સ્પેસક્રાફ્ટની ક્ષમતાને પહેલાની અપેક્ષા કરતાં વધારાઇ છે. GSLV Mk Iની પાસે ૩ ટન ઉઠાવાની ક્ષમતા હતી, પરંતુ GSLV Mk Iમાં તેને વધારીને ૪ કરાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY