પણજી,તા.૨૪
ગોવામાં મુખ્યમંત્રી મનોહર પારિકર કેબિનેટમાંથી બે મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઓફિસે સોમવારે આ વાતની જાણકારી આપી છે. મંત્રીમંડળમાંથી હટાવવામાં આવેલા બંને મંત્રીઓ સત્તાપક્ષ ભાજપના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સિસ ડિસૂઝા અને પાંડુરંગ મડકઈકર છેલ્લા કેટલાક સમયથી બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. ડિસૂઝાની સારવાર હાલ અમેરિકામાં ચાલી રહી છે. જ્યારે મડમઈકર જેમને જૂનમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, તેમની પણ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગોવામાં ભાજપ સરકારની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના મુખ્યમંત્રી પારિકર પહેલાથી જ બીમાર છે અને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ, બે મંત્રીઓ બીમાર થઈ જવાના કારણે વિપક્ષને સવાલ ઉઠાવવાની તક મળી ગઈ છે. પારિકરની ગેરહાજરીમાં કોંગ્રેસ માંગ કરી રહ્યું છે કે બરખાસ્ત કરી દેવી જાઈએ. ગોવા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ગિરિશ ચોદાનકરે આ બે મંત્રીઓને હટાવવા મામલે જણાવ્યું કે, જા તે લોકો તેમના મંત્રીઓને આરોગ્યના કારણોસર હટાવી રહ્યા છે તો આ હાસ્યાસ્પદ બાબત છે, આ દંભ છે. જ્યારે સીએમ પોતે જ બીમાર છે, જેમની હાલત આ બંને મંત્રીઓ કરતા પણ ખરાબ છે, ત્યારે મંત્રીઓને કાઢી મૂકવામાં આવ્યા અને સીએમ પોતાના પદ પર હજુ પણ કાયમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


