જામનગર,તા.૫
જામનગર જિલ્લા જેલમાં રહેલા એક કેદીને જેલમાં પ્રવેશ દરમિયાન ચંપલની અંદર સંતાડેલા મોબાઈલ સાથે જેલના સ્ટાફે પકડી પાડ્યો હતો.
જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા સુરેશ શિવગીરી ગોસ્વામી કે જેને જામનગરની અદાલતે વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો અને જામીન પૂરા થતાં કેદી ફરીથી જેલમાં પ્રવેશ કરી રહ્યો હતો.
જે દરમિયાન જેલના સ્ટાફ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેના ચંપલમાં સંતાડવામાં આવેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી જામનગરની જિલ્લા જેલના જિલ્લા જેલ સહાયક હરદાસભાઇ સવદાસભાઇ વરુએ મોબાઈલનો કબજા લઈ સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



