મહારાષ્ટ્રના વેપારીની ૧૪.૬૨ લાખની તુવરદાળ બારોબાર વેચી મારનાર બે વિરુદ્ધ ફરિયાદ 

0
11

ટ્રક ડ્રાઈવર અને તેના એક સથીદારે વેપારીની ૧૬,૩૮,૯૬૬ રૂપિયાની તુવરદાળ માંથી ૧૪,૬ર,૫૦૦ ની દાળ અન્ય ને વેચી ટ્રક નજીકની ખાઈ માં ઉતારી અકસ્માત કરી ફરાર

રાજપીપળા : નર્મદા જીલ્લાના રાજપીપળા નજીક આવેલા ખામર ઘાટ પાસે બનેલી ઘટનામાં મહારાષ્ટ્ર ના એક વેપારીની તુવરદાળ અન્ય ને વેચી મારી ખામર ઘાટ નજીક બાકીની તુવરદાળ સાથેની ટ્રક ખાઈ માં ઉતારી નાસી છૂટેલા ડ્રાઈવર અને તેના મિત્ર વિરુદ્ધ વેપારી એ ફરિયાદ આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર ના મલકાપુર ખાતે આવેલી રાધા કિશન પલ્સ મિલ થી ગત તારીખ 1 નવેમ્બરે ટ્રક નંબર GJ 03 AW 3936 માં તુવર દાળના પ૦ કિલોના કટ્ટા નંગ-૪ર૦ (ર૧ ટન) કિ.રૂ.૧૬,૩૮,૯૬૬/-ની ભરીને વાસદ શિવલીંગ માર્કેટીંગમાં આપવા માટે જતો હતો તે સમયે ટ્રક ચાલાક સમીર કાદરભાઇ આરબ અને તેનો મિત્ર ફિરોજ જીગરભાઇ ચામડિયા (બંન્ને રહે,સુરેંદ્રનગર), એ રસ્તામાં રાજપીપળા નજીક આવેેેલા ખામર ઘાટના ડુંગર વિસ્તારમાં રોડ પર ફિરોજે આ માલ પૈકી ૩૭૫ કટ્ટા,૧૮૭.૫૦ ક્વીન્ટલ તુવર દાળ રૂ.૧૪,૬ર, ૫૦૦/-કિંમતની વેચવા માટે બીજી ટ્રકમાં ભરી આપી વેપારી સાથે છેતરપીંડી કરતા વેપારી ગજાનંદ મધુકર રાવ ગોલીવાલે (રહે.નસવાલા ચોક મલકાપુર તા.મલકાપુર જી.બુલડાણા) ,મહારાષ્ટ્ર એ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે બન્નેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ આમલેથા પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY