હું હાર્દિક પટેલની માંગણીઓ સાથે સહમત છુંઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ

0
25

અમદાવાદ,તા.૬
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે એ અંગે હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૮થી ઉપવાસ ઉપર બેઠો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે ૧૩મો દિવસ છે. ૧૩માં દિવસે હાર્દિક પટેલની તબિયત બગડી રહી છે. તો પાટીદાર રાજકીય નેતાઓ હાર્દિક પટેલને મળવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ હાર્દિકને મળવા આવી રહ્યા છે. આજે ગુરુવારે કોંગ્રેસ સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા હતા. હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે. તેના નિકાકરણ માટે ૧૩ દિવસ ન થવા જાઇએ એવું દિનશા પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત દિનશા પટેલે હાર્દિકની તમામ માંગો સાથે સહમતી દર્શાવી હતી.
ત્યારબાદ દિનશા પટેલે નિવેદન આપ્યું હતું કે, ” હું હાર્દિક પટેલની માંગણીઓ સાથે સહમત છું, પટેલ સમાજ હોય કે પછી અન્ય કોઇ સમાજ હોય. જ્યારે નીતિમત્તા સાથેની માગણીઓ હોય ત્યારે હંમેશા નિષ્ટાપૂર્વક વિચાર કરવો જાઇએ. નિષ્ઠા પૂર્વક વિચારણા થાય તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. એટલે સૌએ વિચારવું જાઇએ અને સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જાઇએ. આમા કોઇ એકલા પટેલ સમાજનો વિચાર નથી પરંતુ સમગ્ર સમજાના નબળા વર્ગના લોકો છે એ તમામ લોકો માટે વિચારવું આજે જરૂરી બની ગયું છે. એનું કારણ એટલું જ છે કે, બધી જ દિશામાંથી પ્રજા પીસાઇ રહી છે.”
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY