ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને ૩૬૬ રનથી હરાવી સિરીઝ ૨-૦થી કબજે કરી

0
10

કેનબરા,તા.૪
મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને ૩૬૬ રને હરાવીને બે મેચોની સિરીઝ ૨-૦થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૫૧૬ રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ ચોથા દિવસની શરૂઆત વિના વિકેટે ૧૭ રનથી કરી અને આખી ટીમ ૫૧ ઓવરોમાં માત્ર ૧૪૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
સ્ટાર્કે બીજી ઈનિંગમાં ૪૬ રન આપીને પાંચ અને મેચમાં ૧૦૦ રન આપીને કુલ ૧૦ વિકેટ ઝડપી, તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પેટ કમિન્સે પણ સ્ટાર્કને સાથ આપતા ૧૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જે. રિચર્ડસન અને માર્નસ લાબુશેનને એક-એક સફળતા મળી હતી.
શ્રીલંકા તરપથી કુશલ મેન્ડીસે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનિંગ બેટ્‌સમેન લાહિરૂ થિરિમાને જ ૩૦ રનના આંકડા સુધી પહોંચી શકિયો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ પાંચ વિકેટ પર ૫૪૩ રન બનાવીને ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૧૫ રનમાં ઢેર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ૩ વિકેટે ૧૯૬ રને દાવ ડિકલેર કરતા લંકા સામે ૫૧૬ રનનો લક્ષ્ય રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ ઈનિંગ અને ૪૦ રને કબજે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY