મુંબઈ,તા.૪
બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર એરલિફ્ટ, પેડમેન, રૂસ્તમ, ટોઇલેટઃ એક પ્રેમ કથાથી એક સારા કલાકારની છબિ બનાવી દીધી છે. જાકે, આ પહેલા તેની ઇમેજ એકદમ દિલફેંક હતી. અક્ષય કુમારનું નામ રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી સહિત ઘણી એક્ટ્રેસ સાથે નામ જાડાઇ ચુકવ્યું છે.
જ્યારે તે પહેલી વખત કોફી વિથ કરણમાં આવ્યો તો કરણે તેને ઘણા મજેદાર સવાલ પૂછ્યા હતા. એ એપિસોડની ડિલીટ કરી દેવાયેલી વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હોસ્ટ કરણ જાહરે તેને ઘણા સવાલ પૂછ્યા અને તેને ફસાવવાનો ટ્રાય કર્યો, પરંતુ અક્ષયે બધાનો સ્માર્ટ જવાબ આપ્યો.
જાકે એક સવાલે અક્કીને વિચારતો કરી દીધો, પરંતુ આ જવાબ સાંભળી કરણ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયો. કરણે જ્યારે પૂછ્યુ કે, જા તે પરણિત ન હોય તો કઇ એક્ટ્રેસની સાથે ડેટ પર લઇ જવાનું પસંદ કરત?
આ સવાલનો જવાબ આપતા પહેલા અક્ષયે પહેલા વિચાર્યુ અને કહ્યું કે, ડિમ્પલ કપાડિયા અને આખી રીત તેમની દિકરી વિશે વાત કરતા.” અક્ષયનો સ્માર્ટ જવાબ સાંભળી કરણ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો અને કોઇ પણ કોન્ટ્રોવર્સીમાં પડ્યા વિના ખૂબ સરસ કહીને વાત આગળ વધારી દીધી. અક્ષયની પ્રશંસા કરતા કરણે કહ્યું કે, આ ટ્રેનિંગ ચોક્કસથી તેની પત્ની ટિવંકલ પાસેથી મળી હશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




