નિલગાયના વધતા ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

0
361

બાલાસિનોર,તા.૨૩
બાલાસિનોર તાલુકા વિસ્તારમાં ઉભા પાકને નિલગાયો (રોઝ) દ્વારા નુકસાન પહોંચાડાતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિલગાયને કારણે ખેડૂતોના મહામૂલો પાક બરબાદ થઇ રહ્યો છે. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. નિલગાયના વધતા જતા ત્રાસ ઉપર કાબુ કેવી રીતે મેળવવો તેની મુંઝવણ સાથે સરકાર તરફથી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. શું આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ પ્રશ્ન છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બાલાસિનોર તાલુકા તેમજ તેની આજુબાજુનો વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે. આ વિસ્તારમાં મોટાપ્રમાણમાં ઘઉં, મકાઈ, ડાંગર તેમજ શાકભાજીનું ખેડૂતો વાવેતર કરે છે. ખેડૂતોને છેલ્લા કેટલાય વર્ષોથી ખેતીમાં નિલગાય દ્વારા થઈ રહેલા નુકસાનથી મુસીબત ઉભી થઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અમુક વિસ્તારમાં નિલગાયનો ત્રાસ મર્યાદિત હતો તે હવે સમગ્ર ખેતીવાડી વિસ્તારમાં ફેલાઈ ગયો છે. નિલગાયની વધતી જતી સંખ્યાને કારણે હવે ખેતીમાં પણ નુકસાન વધી રહ્યું છે. આ ઉપરાંત નિલગાય ડાંગર, ઘઉં, મકાઈ, શાકભાજી જેવા પાકો આરોગતા હોય છે. જેથી મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઇ રહ્યું છે. નીલગાયના વધતા જતાં ત્રાસ પર કાબુ મેળવવા સરકાર નિલગાયને પકડે એવી માંગ ખેડૂતોમાં ઉઠી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY