કેપ ટાઉન,તા.૧૯
ગુડ ફ્રાઇડેથી આગળના જ દિવસે પૂર્વ આફ્રિકાના ડરબન શહેરમાં એક હ્રદયદ્વાવક ઘટના ઘટી છે. શહેરના એક ચર્ચની છતની તૂટી પડતા ચર્ચમાં હાજર લોકોમાંથી ૧૩ લોકોના મોત થયા હતા અને અન્ય ૧૬ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
શુક્રવારે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આ ઘટના પાછળનું મુખ્ય કારણ મૂશળાધાર વરસાદ માનવામાં આવે છે. ગુડ ફ્રાઇડાના આગળના દિવસે જ ડરબન શહેરના ડૈંગુબો વિસ્તારમાં સ્થિત ચર્ચમાં સ્થાનીક સમુદાય એકત્રિત થયો હતો. જે દરમિયાન આ દુખદ ઘટના બની હતી.
નોંધનીય છે કે, ગત સપ્તાહે જ ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિત ૧૨મી સદીના પ્રાચીન નોટેર ડામ કૈથેડ્રલ ચર્ચ ભીષણ આગમાં લગભગ નષ્ટ થયું હતું. ૮૫૦ વર્ષ જૂની ધરોહરના પુન નિર્માણનું વચન આપતા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ચર્ચને દેશની આત્મા ગણાવી હતી.
આ ઘટનાના માત્ર બે દિવસ પછી અમેરિકા ખ્યાતનામ સેન્ટ પૈટ્રિક ચર્ચમાં એક શખ્સ જ્વલનશીલ પદાર્થ સાથે ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




