ખાલિદા પર ૩,૯૭,૪૩૫ ડોલરના કૌભાંડનો આરોપ છે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશની પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને ૭ વર્ષની કેદ

0
38

ઢાકા,તા.૨૯
બાંગ્લાદેશની એક કોર્ટે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની અધ્યક્ષા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને ૭ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જાડાયેલો આ મામલો હતો.
આઠ વર્ષ પહેલાં વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ વિરૂદ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ACCએ ખાલિદા અને અન્ય ત્રણ વિરૂદ્ધ ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી ૩૧.૫૪ મિલિટન ટકા (૩,૯૭,૪૩૫ ડોલર)ના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૧૦માં ઓલ્ડ ઢાકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. જા કે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી. જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુક્તની ગેર હાજરીમાં જ આ કેસની ટ્રાયલ ચલાવવી પડી હતી.
૭૩ વર્ષની ખાલિદા ઝિયાને ૮ ફેબ્રુઆરીમાં એક અનાથાલય ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY