અમદાવાદ,તા.૨૯
અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળો વકરી રહ્યો છે. બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન અને મલેરિયા, ડેન્ગ્યુ સહિત સ્વાઈન ફ્લૂના કેસની સત્તત વધતી જતી સંખ્યાના કારણે દિવાળી તહેવારોમાં કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીનો પહોંચી વળવા માટે છ જેટલા વિભાગના સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે તો બીજી તરફ દિવાળીના તહેવારમાં અકસ્માત, મારામારી, દાઝી જવું વગેરે કેસમાં વધારો જાવા મળે છે.
વેકેશન દરમિયાનની ઇમર્જન્સીનો પહોંચી વળવા ૧૦૮ ઇમર્જન્સીની ટીમે વધુ સમય કામ કરવાની તૈયારી બતાવી છે. ઉપરાંત તે સમયે જરૂર પડતી દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે અને પપ૦ ઉપરાંતની એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સનું કામ પૂરું કરી તમામને સજ્જ કરવામાં આવ્યા છે.
અમારી ટીમ પોતાની દિવાળી દરમિયાનની રજાઓ પણ જતી કરવા તૈયાર બની છે. દિવાળીના સમયે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી સર્જાય તો તેને પહોંચી વળવા માટે મેડિકલ સ્ટાફ કાર્યરત રહેશે. આ ઉપરાંત આ દિવસોમાં રોગચાળો વકરેલો હોઈ ટ્રોમા સહિત મેડિકલ વિભાગનો સ્ટાફ તહેવારોમાં કાર્યરત રહેશે
જીવીકે ઈએમઆરઆઈ ગુજરાતના ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ દિવાળી દરમિયાન ૧૦૮ની સેવાઓ બાબતે જણાવતાં કહ્યું હતું કે છેલ્લા આઠથી નવ વર્ષ દરમિયાન થયેલા અનુભવ મુજબ કયા વિસ્તાર અને કયા દિવસોમાં ઈમર્જન્સી કેસ વધુ આવે છે તે અભ્યાસના પૃથક્કરણ અને આગાહીના માધ્યમો પ્રમાણે ૧૦૮ની સેવા તૈયાર રાખવામાં આવી છે તહેવારો દરમિયાન અમદાવાદ જેવા મોટા શહેરોમાં આ તહેવારોમાં દાઝવા અને અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





