લાહોર,તા.૧૨
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના નવા મેનેજીંગ ડાયરેકટર વસીમ ખાને કહ્યુ કે પાકિસ્તાનને પોતાની રમતનું સ્તર એટલું ઉંચું કરવું પડશે કે આ રમતના સુપરપાવર ભારતને તેમની વિરૂદ્ધ રમવા માટે મજબૂર થવું પડે.
આ અંગે બીસીસીઆઈના એક અધિકારી એ કહ્યુ કે આપણે એ સમજવું જઇએ કે અમને પાકિસ્તાન સામે ક્રિકેટ રમવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી. પરંતુ અમે નથી ઇચ્છતા કે આનાથી બે સરકારોની વચ્ચે કોઇ મુશ્કેલી વધે. તેમણે આગળ કહ્યુ કે એક વખત બરાબર થઇ જાય તો સારું છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમોના સંબંધોમાં કડવાશના લીધે ૨૦૦૭ બાદ દ્વિપક્ષીય સીરીઝ રમાતી નથી.
વસીમ ખાને લાહોરમાં કહ્યુ કે મને લાગે જ્યારે પાકિસ્તાન ટોચના સ્તરની ટીમ બની જશે ત્યારે એવી સ્મિતિ બની શકે છે કે ભારત આપણને સીરીઝ રમવા માટે કહે. દ્વિપક્ષીય સીરીઝ નહીં રમાવાના લીધે બંને ટીમો આઇસીસી અને એશિયન ક્રિકેટ પરિષદની આયોજીત સીરીઝમાં રમાય છે.
અહસાન મનિ એ ગયા વર્ષે આૅગસ્ટમાં પીસીબીના અધ્યક્ષ બન્યા બાદ કહ્યુ હતું કે બોર્ડ ભારત સામે રમવાની ભીખ માંગશે નહીં. મનિ એ પણ વસીમ ખાનની વાતોનું સમર્થન કરતાં કહ્યુ કે પીસીબી એ પોતાના સ્તરમાં ઘણો સુધારો કરી ટોચની ત્રણ ટીમોમાં સામેલ થવું પડશે ત્યારે ભારત ખુદ આપણી વિરૂદ્ધ રમવા માંગશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



