મોરબી જિલ્લાના હળવદ ના પીઆઇ એમ,આર, સોલંકી કડક ,નિષ્ઠાવાન,નિડર મિલનસર સભાવવાળા અધિકારી દોઢ વર્ષથી ફરજ બજાવી રહેલા પી.આઈ. એમ.આર. સોલંકીએ હળવદમાં પોલીસ અધિકારી તરીકે એક આગવી ઓળખ ઉભી કરી હતી,
શહેરની પ્રજા માટે નવરાત્રી મહોત્સવનું સફળ આયોજન કરી સલામતી અને સુરક્ષાના વાકયને સાર્થક કર્યું હતુ,
હળવદમાં ૧૯ માસ પહેલા પી.આઈ. સોલંકીએ એક દિલ્હેર અને કડક અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમની ફરજ દરમિયાન ગેર પ્રવૃતિઓની બદીને નાથવામાં ભારે સફળતા સાથે પોલીસ બેડામાં પ્રશંસા પાત્ર કામગીરી હતી. મુળ આણંદના અને હળવદમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.આઈ એમ.આર. સોલંકીની વડોદરા ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટાફ,પત્રકારમિત્રો, સામાજીક અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળોએ મોમેન્ટો તેમજ સાલ ઓઢાળી સન્માનીત કરી વિદાય આપી હતી. આ પ્રસંગે પોલીસ સ્ટાફ સહિતના ઉપસ્થિત સૌ કોઈની આંખમાં અશ્રુ આવી જતા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
તો સાથે સાથે પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ ના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મુકી ને ઝુમી ઉઠ્યા હતા, અને પી.આઈ. સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા નવરાત્રી મહોત્સવ સુરક્ષા, સલામતી અને શાંતિ સાથે સંપન્ન થતા હળવદ વાસીઓએ બે મોઢે વખાણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પી.આઈ. એમ, આર, સોલંકીની આજથી ર૦ દિવસ પહેલા વડોદરા ખાતે બદલી થઈ હતી તેમ છતાં પણ હળવદ વાસીઓના પ્રેમ અને પોલીસ પરિવારની લાગણીને લઈ નવરાત્રી મહોત્સવનું આયોજનમાં નવે નવ દિવસ ખડેપગે રહ્યા હતા.
મયુર રાવલ હળવદ
મો.9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



