વર્લ્ડ કપ પછી મેકમિલન કિવી ટીમના બૅટિંગ કોચનો હોદ્દો છોડી દેશે

0
6

વેલિંગ્ટન,તા.૧૨
ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્રેગ મેકમિલને જાહેર કર્યું હતું કે આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા પચાસ ઓવરની મેચોના વર્લ્ડ કપ પછી પોતે ન્યૂ ઝીલેન્ડની ટીમના બૅટિંગ કોચનો હોદ્દો છોડી દેશે. મેકમિલને કહ્યુ હતું કે પોતાના હોદ્દે પાંચ વર્ષ સુધી કામગીરી બજાવ્યા બાદ વિદાય લેવી વર્લ્ડ કપનો યોગ્ય સમય છે કે જે દરમિયાન ન્યૂ ઝીલેન્ડની ટીમે ૨૦૧૫ની આ સ્પર્ધામાં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ન્યૂ ઝીલેન્ડ વતી ૫૫ ટેસ્ટ અને ૧૯૭ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લીધેલ મેકમિલનની નિમણૂક ભૂતપૂર્વ મુખ્ય કોચ માઈક હેસને કરી હતી કે જેમની ગયા વર્ષે ગેરી સ્ટીડથી બદલી કરવામાં આવી હતી. ૪૨ વર્ષના મેકમિલને કહ્યુ હતું કે તેઓ કોચિંગ ક્ષેત્રમાં કામગીરી બજાવવાની ચાલુ રાખશે, પણ તેણે કાંઈ સ્પષ્ટપણે કહ્યુ ન હતું.
આઈ. સી. સી. વર્લ્ડ કપ ૩૦મી મેથી ૧૪મી જુલાઈ સુધી યોજાનાર છે અને ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટ બાર્ડે કહ્યુ હતું કે રાષ્ટ્રની ટીમ આૅગસ્ટમાં શ્રીલંકાના પ્રવાસે રમવા જવા પહેલા મેકમિલનની બદલીમાં નિમણૂક કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY