લકઝરી બસે ઉભેલા ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પણ પલ્ટી
ભરૂચ નેશનલ હાઇવે નંબર ૪૮ પર માંડવા ચોકડી નજીકમાં એક લકઝરી બસ ઉભેલા ટેમ્પાને ટકકર મારી ટ્રક સામે ઘડાકાભેર ભટકાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર પાંચ મુસાફરોના કરૂણ મોત નીપજયા હતા જયારે ૧૫ જેટલા મુસાફરોને નાની –મોટી ઇજાઓ થતા તમામને ૧૦૮ મારફત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર તા.૨૨મીની રાતે સુરતથી બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ નં.(GJ-14-X-5295)ગારીયાધાર જવા પેસેન્જરો ભરી નીકળી હતી. દરમિયાન પુરઝડપે જતી લકઝરી બસે માંડવા ચોકડી નજીક રોડ સાઇટ ઉપર ઉભેલા એક ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો રોડ થી નીચે પલ્ટી ખાઇ ગયો હતો. ટેમ્પાને ટકકર મારી લકઝરી એક ટેલર ટ્રક નં. ( RJ-09-GB-6884) સાથે ઘડાકાભેર અથડાતા બસમાં મીઠી નિંદર માણતા મુસાફરોના હોશ ઉડી ગયા હતા. જો કે ટેમ્પો ખાલી હોઇ કોઇ જાન હાની થવા પામી ન હતી.
અચાનક સર્જાયેલ અકસ્માતના પગલે લકઝરી બસના આગળના ભાગના ફૂરચા ઉડી જવા સાથે મુસાફરોની ચિચિયારીઓથી નેશનલ હાઇવે ગુંજી ઉઠવા સાથે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર એક માતા અને ૨ વર્ષીય માસુમ સહિત અન્ય બે ઇસમોના ફસાઇ જવાના પગલે ઘટના સ્થળે તેમજ એકનું સુરત વધુ સારવાર અર્થે ખસેડાતા કરૂણ મોત નીપજવા પામ્યું છે. જ્યારે અન્ય ૧૫ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા તમામને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ ખસેડાયા હતા. ઘટનાના પગલે વાહનોની લાંબી કતારો સર્જાવા પામવા સાથે ટ્રાફીક જામ થયો હતો. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા પોલીસે તાતકાલીક ઘટના સ્થળે ધસી જઈ મહામહેનતે મૃતકોની લાસને બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડી ટ્રાફિક યથાવત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લકઝરી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસના ક્લીનર વિજય ભાલા રાઠોડ (ઉ.વર્ષ.૨૦, રહે.પાંચ ટોબરા તા.ગારીયાધાર,જી.ભાવનગર),જીજ્ઞેશ મુકેશ જીવાણુ (ઉ.વર્ષ.૨૫, રહે.સીમાડા નગર,સુરત), કાળુ વાલજી કોળી (ઉ.વર્ષ.૩૦, રહે. કાપોદ્રા, સુરત),મહેશ વિશ્રામ સોલંકી(ઉ.વર્ષ.૨૬,રહે. સુરનીવાસ, તા. ગારીયાધાર,જી.ભાવનગર), અક્ષય રમેશ પરમાર(ઉ.વર્ષ.૧૮, રહે હીરાબાગ વિશાલ નગર,સુરત), વિવેક મનસુખ ખૈની(ઉ.વર્ષ.૨૨, રહે. મોટા વરાછા,સુરત)ને નાની-મોટી ઇજાઓ પહોંચતા તમામને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા હતા.જયાંથી વિજય રાઠોડ અને કાળુભાઇ કોળીને વધુ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન વધુ એક કાળુ સોલંકી પણ મોતને ભેટ્યો છે.
લકઝરી અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં મોતને ભેટનાર
ભરૂચના માંડવા નજીક લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા,એક માસુમ દિકરી સહિત અન્ય ત્રણ મુસાફરો મળી કુલ પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. જેમાં,
૧.ધ્રુવિ મહેશભાઇ મેર(સોલંકી),(ઉંમર વર્ષ.૨ રહે.સુરનીવાસ તા.ગારીયાધાર,જી.ભાવનગર,હાલ નાના વરાછા,સુરત)
૨. મમતાબેન મહેશભાઇ મેર(સોલંકી),(ઉ.વર્ષ.૨૫, રહે.સુરનીવાસ તા.ગારીયાધાર,જી.ભાવનગર,હાલ નાના વરાછા,સુરત)
૩. પ્રવીણભાઇ અશામજીભાઇ ખૈની(ઉ.વર્ષ.૪૫, રહે. પરવડી તા.ગારીયાધાર,જી.ભાવનગર,હાલ મોટા વરાછા,તુલસી રેસીડન્સી,સુરત)
૪. પ્રદીપ મગનભાઇ બાબર (ઉ.વર્ષ.૧૮, રહે.પાંચ ટોબરા તા.ગારીયાધાર,જી.ભાવનગર,હાલ કાપોદ્રા ચાર રસ્તા, શ્રીજીકૃપા સોસાયટી,સુરત)
૫. કાળુ વાલજી કોળી (ઉ.વર્ષ.૩૦, રહે. કાપોદ્રા, સુરત)નાઓના કરુણ મોત નીપજયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"