સ્મિથના અનુભવ, પૅશન અને રનની ભૂખથી ટીમને ફાયદોઃ શેન વોર્ન

0
16

મેલબર્ન,તા.૧૮
રાજસ્થાનની ટીમના બ્રાન્ડ ઍમ્બૅસેડર શેન વોર્નને સ્મિથની પ્રતિભા ઉપર ભરોસો છે. વોર્ને કહ્યું કે “ડિસ્ટ્રિના અનુભવ, પૅશન અને રનની ભૂખથી ટીમને ફાયદો થશે. મને કોઈ શંકા નથી કે ડિસ્ટ્રિ અને વોર્નર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.”
ભારત આવતા પહેલા ડિસ્ટ્રિ અને વોર્નરે કોચ જસ્ટિન લેંગરના બોલાવવા ઉપર ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. બંને માટે આઇપીએલ ટુર્નામેન્ટ મહત્વની સાબિત થશે કારણકે વર્લ્ડકપ પહેલા તેઓ આ સ્પર્ધામાં જ રમવાના છે. તે બંને પરનો એક વર્ષનો પ્રતિબંધ ૨૮ માર્ચે સમાપ્ત થશે.
વોર્ને કહ્યું કે, સ્મિથ ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે. તેને રમત પ્રત્યે પ્રેમ છે અને તે આમાં મહારત ધરાવે છે. મને વિશ્વાસ છે કે તેના રનની ભૂખ ઓછી નથી થઇ. સ્મિથ અને વોર્નર દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી છે. મને લાગે છે તેઓ આઇપીએલમાં જોરદાર પ્રદર્શન કરશે.”

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY