ફુલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા જગતમંદિરમાં ઠાકોરજીના દર્શનમાં ફેરફાર

0
5

દ્વારકા-ડાકોર,તા.૧૮
યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશજી મંદિરમાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે તારીખ ૨૧ના પરંપરાગત રીતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. ભાવિકો શ્રીજી સંગે રંગે રમી રંગોત્સવ ઉજવશે.
અગામી ૨૧/૩/૨૦૧૯ ગુરૂવારના ફાગણ સુદ ૧૫ (પુનમ)ના દિવસે “ફુલડોલ” ઉત્સવ હોવાથી ફુલડોલ ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અને પરંપરાગત રીતે દ્વારકાધીશ જગતમંદિરમાં લાખો શ્રધ્ધાળુઓની સન્મુખ યોજાનાર હોય જગતમંદિરમાં પારંપરિક ઉત્સવ નિમિતે શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તા.૨૧ના મંગલા આરતી સવારે ૬ઃ૦૦ કલાકે, ૧ઃ૦૦ વાગ્યે મંદિર અનૌસર (બંધ) ,ફુલડોલ ઉત્સવ આરતી બપોરે ૨ઃ૩૦ વાગ્યે, ફુલડોલ ઉત્સવ ૨ઃ૩૦થી ૪ઃ૦૦ વાગ્યા સુધી ઉજવાશે. સાંજે શ્રીજીના ઉથ્થાપન દર્શન ૫ઃ૩૦ કલાકે થશે. રાત્રીના ૯ઃ૪૫ કલાકે મંદિર અનૌસર બંધ થશે.
ડાકોરમાં હોળીની ફાગણી પૂનમને લઈ પોલીસ તંત્રની કામગીરી પૂર્ણતાને આરે છે. હાલ ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વ્યવસ્થામાં ફરજ બજાવી રહ્યા હોઇ ડાકોરની પૂનમનો બંદોબસ્ત ખેડા જિલ્લા પોલીસ માટે આકરો સાબિત થઈ રહ્યો છે. રાજ્યભર માંથી રિઝર્વ અને રેગ્યુલર પોલીસ કર્મીઓને ડાકોર પૂનમના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે.
કોઈ પણ પરિÂસ્થતિને પહોંચી વળવા ૮ વિભાગમાં ડાકોરની સુરક્ષા વહેંચી લીધી છે, જેમાં આધુનિક હથિયાર અને સીસીટીવી સજ્જ વાહનો, ક્રોસ પેટ્રોલિંગ, તમામ રૂટો ઉપર સીસીટીવી દ્વારા કંટ્રોલ રૂમથી બાજ નજર સાથે તમામ માર્ગો ઉપર પોલીસ સેવા કેન્દ્ર આ ઉપરાંત આતંકી ગતિવિધિ અને ચેતવણીને લઈ ડાકોરના વિવિધ વિસ્તારોમાં ધાબા ઉપર પણ પોલીસ પોઇન્ટ નક્કી કરી પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. જીલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ નીચે એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. વોટ્‌સએપથી ફરિયાદ નોંધાવવા માટે ૭૨૧૧૧૩૪૭૭૭ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY