મુંબઇ,તા.૨૨
સતત પાંચ દિવસની તેજી પછી આજે ભારતીય બજારમાં વેચવાલી હાવી રહી હતી. આમ છતા નીચલા સ્તર પર સુધાર જાવા મળ્યો હતો. લગભગ ૦.૫ ટકાના કડાકા સાથે નિફ્ટી ૧૦૯૦૦ ને પાર બંધ થયો છે. સેન્સેક્સ પણ ૧૨૫ પોઈન્ટ તૂટ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ૫૦ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.
મિડકેપ શેરોમાં આખો દિવસ ઘટાડો જ રહ્યો. આજના કારોબારમાં એચડીએફસી, ઈન્ફોસીસ, એચડીએફસીમાં ઘટાડો થતા માર્કેટમાં દબાણ છવાયેલુ રહ્યું .
આજના કારોબારમાં વેદાંતા, ટાટા સ્ટીલ, એમએન્ડએમ અને એચસીએલ ટેકમાં આજે સૌથી વધુ કડાકો જાવા મળ્યો હતો, તો સનફાર્મા, વિપ્રો, ટાઈન અને કોટક મહિન્દ્રા બેન્ક આજે સૌથી વધુ તેજી જાવા મળી હતી.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૩૪.૩૨ પોઈન્ટ એટલેકે ૦.૩૭ ટકાના કડાકા સાથે ૩૬,૪૪૪.૬૪ના સ્તર પર બંધ થયો છે તો એનએસઈના ૫૦ શેરોમાં નિફ્ટી ૩૯.૧૦ પોઈન્ટ એટલેકે ૦.૩૬ ટકાના ઘટાડા સાથે ૧૦૯૨૨.૭૫ના સ્તર પર બંધ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


