મિશેલ મામલે વકિલને પાર્ટીમાંથી દરવાજા બતાવવો એ કોંગ્રેસનું નાટક છે : ભાજપ

0
33

મિશેલના ભારતમાં આવતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ
ન્યુ દિલ્હી,તા.૬
અગસ્તા-વેસ્ટલેન્ડ મામલામાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના વકીલો દ્વારા વચેટિયા મિશેલને બચાવવાની કોશિશ થઈ રહી હોવાનો આરોપ લગાવ્યો છે. પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતુ કે મિશેલના ભારતમાં આવતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ છે. કોંગ્રેસના તમામ વકીલો વચેટિયાને બચાવવામાં લાગી ગયા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાનું કહેવું છે કે ખ્રિશ્ચિયન મિશેલ મામલા સાથે જાડાયેલા એક વકીલને પાર્ટીમાંથી દરવાજા દેખાડવો કોંગ્રેસનું એક નાટક છે.
જાસેફને કોઈએ કેસ લડવાનુ કહ્યું હોવાનો દાવો કરીને સંબિત પાત્રાએ સવાલ કર્યો હતો કે આખરે આ કોઈ કોણ છે? દશ જનપથના કહેવા પર મિશેલને બચાવવાની કોશિશ થઈ રહી છે. પાત્રાએ કહ્યું છે કે ખ્રિશ્ચિયન મિશેલે પોતાના પત્રમાં લખ્યું હતું કે ૪૨ મિલિયન ડોલર મળ્યા છે. પરંતુ આ પુરતા નથી. કારણ કે ૨૮ મિલિયન યુરો તો એક પરિવારને આપવાના છે.
માટે આખા કોન્ટ્રાક્ટના પાંચ ટકા આ પરિવારને આપવાના છે. અહીં એક પરિવાર છે જે કોઈપણ ભોગે ખ્રિશ્ચિયન મિશેલને બચાવવા ચાહે છે. પાત્રાએ સવાલ કર્યો હતો કે જ્યારે રામમંદિર મામલે કપિલ સિબ્બલ કેસ લડી રહ્યા હતા. તો તેમને કેસમાંથી હટાવાયા. પણ પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરાઈ નહીં. પરંતુ જ્યારે કોંગ્રેસના વ્યક્તિ મિશેલનો કેસ લડી રહ્યા છે. તો તેને પાર્ટીમાંથી શા માટે હાંકી કાઢવામાં આવ્યા છે ?
પાત્રાએ કહ્યું છે કે દશ જનપથ આ મામલામાં પોતાના લોકોને મિશેલના સંપર્કમાં રાખવા ચાહે છે. મિશેલના પ્રત્યાર્પણ બાદથી જ કોંગ્રેસમાં ગભરાટ છે. તેના કારણે જ કોંગ્રેસ પોતાની ટીમને મિશેલને બચાવવા માટે મોકલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY