મિશેલે કર્યો મોટો ધડાકો, ‘લાંચ નહીં કન્સલ્ટન્સી ફીસ લીધી હતી’

0
26
પૂછપરછમાં યૂપીએ નેતાઓને ફરીથી સંરણ મંત્રાલય પાસેથી પૈસા લેવાની વાતને નકારી
ન્યુ દિલ્હી,તા.૬
અગસ્તા વેસ્ટલેન્ડ ડિફેન્સ ડીલમાં દલાલી લેવાના આરોપમાં ધરપકડ કરાયેલા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલે રૂપિયા લીધા હોવાની વાત સ્વીકારી લીધી છે. જા કે, મિશેલે તેને લાંચ ન ગણાવીને કન્સલ્ટન્સી ફીસ ગણાવી હતી. મિશેલે પુછપરછમાં યૂપીએ નેતાઓએ ફરીથી સંરક્ષણ મંત્રાલય પાસેથી પૈસા લેવાની વાતને પુરી રીતે નકારી દીધી છે. મિશેલે કહ્યું કે, મેં યૂપીએ સરકાર પાસેથી કોઇ લાંચ લીધી નથી, પરંતુ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાંથી કન્સલ્ટન્સી ફી લીધી હતી.
પુછપરછ સાથે જાડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, મિશેલે લાંચ લેવામાં અન્ય કોઇ શખ્સના નામનો ખુલાસો કર્યો નથી. લખવા અને વાંચવામાં સક્ષમ ન હોવાની વાત કહેતા મિશેલે સીબીઆઈ અધિકારીઓને કહ્યું કે, નેતાઓ અને નોકરશાહોને આપવામાં આવેલી લાંચના કેસમાં એક અન્ય યૂરોપિય બિચોલિયા ગાઇડ્‌સ હાશકેએ નોટ્‌સ લખ્યા હતા.
મિશેલે જણાવ્યું હતું કે, આ નોટ્‌સમાં લખ્યું હતું કે, સોનિયા ગાંધી વીઆઈપી ચોપર ડીલમાં ડ્રાઇવિંગ ફોર્સ છે. નોટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઓગસ્તા વેસ્ટલેન્ડના સેલ્સમેન પીટર હુલેટને સોનિયા ગાંધી પછી પીએમ મનમોહન સિંહ, તત્કાલીન સંરક્ષણ મંત્રી રહેલા પ્રણવ મુખર્જી અને સોનિયાના રાજનૈતિક સચિવ અહમદ પટેલને ટાર્ગેટ કરવા જોઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY