ન્યૂઝીલેન્ડમાં સતત બે વાર ચાર વિકેટ લેનાર કુલદિપ દુનિયાનો પ્રથમ લેફ્ટ આર્મ સ્પિનર બન્યો

0
21

માઉન્ટ મોંગોની,તા.૨૭
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓવલમાં ભારતને ૯૨ રનથી જીત મળી અને આની સાથે જ તેમને પાંચ વનડે મેચોની સીરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. ૩૨૫ રનનો લક્ષ્ય લઇને ઉતરેલી કીવી ટીમને ૨૩૪ રન પર સમેટી લેવામાં કુલદીપ યાદવે મુખ્ય ભૂમિકા નિભાવી, આ સાથે જ કુલદીપ યાદવના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો છે.
કુલદીય યાદવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નેપિયર વનડેમાં ૪/૩૯ નો આંકડો નોંધાવ્યો, બાદમાં ઓવલ વનડેમાં પણ પોતાની ઘાતક બાલિંગનો સ્પેલ ચાલુ રાખતા ૪/૪૫ નો દમ બતાવ્યો હતો. કુલદીપ આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં સતત બે વાર ચાર-ચાર વિકેટ લેનારો દુનિયાનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પાંચમી વાર કુલદીપે વનડે ક્રિકેટમાં એશિયાની બહાર ચાર કે તેનાથી વધુ વિકેટ ઝડપી છે, અને અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. જાકે, કુંબલે એ આ આંકડો ૯૪ વનડેમાં જ્યારે કુલદીપે માત્ર ૧૮ મેચોમાં જ પાર પાડ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY