૮૭ રન ફટકારનાર રોહિત શર્મા મેન ઓફ ધ મેચ,કુલદિપ યાદવે ૪ વિકેટ ઝડપી
માઉન્ટ મોંગોની,તા.૨૭
ભારતે ૨૬મી જાન્યુઆરીએ ૭૦માં પ્રજાસત્તાક દિવસ નીમિત્તે ન્યૂઝીલેન્ડમાં પાંચ વન-ડે સીરિઝની બીજી મેચ જીતીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ભારત અત્યાર સુધીમાં ૨૬મી જાન્યુઆરીએ કોઈ વન-ડે મેચ જીત્યું નહતું. વિરાટ સેનાનો બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ રહેતા શનિવારે અહીં રમાયેલી બીજી વન-ડેમાં ભારતે ન્યુઝીલેન્ડને ૯૦ રને કચડ્યું હતું. ભારતે સીરિઝમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે અને હવે ન્યુઝીલેન્ડમાં બીજી વન-ડે સીરિઝ જીતવાથી એક મેચ વિજય દૂર છે. ૮૭ રનની ઇંનિંગ્સ રમવા બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતીય ટીમમાંથી રોહિત શર્મા (૮૭) તેમજ શિખર ધવન (૬૬)ની ઓપનિંગ જાડીએ ભારતને સારું સ્ટાર્ટ આપ્યું હતું. ભારતીય બોલર્સે પણ વિદેશની પીચ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતના વિજયમાં સિંહફાળો આપ્યો હતો. કુલદીય યાદવે ચાર વિકેટ ઝડપી હતી તેમજ ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે ૨-૨ વિકેટ લીધી હતી જ્યારે જાધવ અને શમીએ ૧-૧ વિકેટ ઝડપી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૪૩ રનનું યોગદાન આપ્યું હતું જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ (૪૮*) તેમજ અંબાતી રાયડૂના ૪૭ રનની મદદથી ભારતે ૩૨૪નો જંગી સ્કોર ખડક્્યો હતો.
ભારતના વિરાટ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ૪૦.૨ ઓવરમાં ૨૩૪માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડીએજે બ્રેસવેલની (૫૭)અડધી સદીની બાદ કરતા કિવી ટીમમાંથી અન્ય કોઈ જ બેટ્સમેન ખાસ પર્ફોર્મ કરી શક્્યો નહતો. રોહિત શર્માએ વન-ડેમાં ૩૮મી અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માને બીજી વન-ડેમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો અને ટીમે ૫૦ ઓવરમાં ૪ વિકેટ ૩૨૪ રન બનાવ્યા હતા. પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની ટીમ કોઈ પડકાર રજૂ કરી શકી ન હતી. અને યજમાન ભારતે આ મેચ ૮ વિકેટથી જીતી હતી.
આ અગાઉ આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માઉન્ટ મોંગોનીમાં બીજી વનડેમાં રોહિત શર્મા અને શિખર ધવનની જાડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત આપી હતી. રોહિત-ધવનની જાડીએ પહેલા વિકેટ માટે ૧૫૪ રન બનાવ્યા. આ જાડીએ સદીની ભાગીદારીના કિસ્સામાં સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહવાગની જાડીને પાછળ છોડી દીધા છે.
રોહિત અને ધવન આ ભાગીદારી પછી ભાર તરફથી વનડેમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ સદીની ભાગીદારીના કિસ્સામાં ત્રીજા નંબર પર પહોંચ્યા છે. આ પહેલાં ત્રીજા સ્થાને તેંડુલકર-સહવાગની જાડી હતી. હવે રોહિત-ધવનની વચ્ચે કુલ સદી ભાગીદારીની સંખ્યા ૧૪ થઇ હતી. રોહિતે આ મેચમાં ૮૭ રન અને ધવને ૬૬ રન બનાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


