દુર્ભાગ્ય છે કે ૭૦ વર્ષમાં એક પણ સંન્યાસીને ભારત રત્ન સમ્માન ન મળ્યુઃ બાબા રામદેવ

0
7

કમ સે કમ સંન્યાસીને પણ ભારત રત્ન આપવામાં આવે
ન્યુ દિલ્હી,તા.૨૭
ભારત રત્ન ઍવાર્ડ પર ચાલી રહેલા વિવાદમાં હવે યોગ ગુરૂ બાબા રામદેવ પણ કૂદયા છે. તેમણે કહ્યું છે કે આઝાદીના ૭૦ વર્ષ બાદ કોઇ સંન્યાસીને આ સર્વોચ્ચ સમ્માન કેમ આપવામાં આવ્યું નથી? આ પ્રશ્ન ઉઠાવતા તેમણે માંગણી કરી છે કે આગળનો ભારત રત્ન પુરસ્કાર કોઇ સંન્યાસીને મળે.
યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે દુર્ભાગ્ય છે કે ૭૦ વર્ષમાં એક પણ સંન્યાસીને ભારત રત્ન મળ્યો નથી. પછી તે મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ હોય કે પછી શિવકુમાર સ્વામી જી. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે આગળ હવે કમ સે કમ સંન્યાસીને પણ ભારત રત્ન આપવામાં આવે.
આની પહેલાં કર્ણાટકમાં કોંગ્રેસની સાથે મળી સરકાર ચલાવી રહેલા જનતા દળ સેક્્યુલર (જેડીએસ) એ પણ ભારત રત્ન માટે શિવકુમાર સ્વામીને પસંદ ન કરવા પર વિરોધ વ્યકત કર્યો છે. એટલે સુધી કે જેડીએસ એ પ્રણવ મુખર્જીના નામ પર પણ વિરોધ વ્યકત કર્યો. જેડીએસના મહાસચિવ દાનિશ અલી એ કહ્યું હતું કે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે બીજુ પટનાયક અને કાંશીરામજી પહેલાં પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સમ્માન માટે પસંદ કરાયા. તેમણે કહ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને એટલા માટે ભારત રત્ન માટે પસંદ કરાયા કારણ કે તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના હેડક્વાર્ટર ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY