નાંદોદ ના વરખડ ની સીમમાંથી એલ સી બી ની ટીમે વિદેશી દારૂ પકડ્યો,એક આરોપી ફરાર, એક ને દબોચ્યો 

0
53

રાજપીપળા: નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના વરખડ ગામની સીમની ખાડીમાં વિદેશી દારૂ હોવાની નર્મદા એલ સી બી ને બાતમી મળતા ગતરોજ ત્યાં રેડ કરતા આમલેથા પોલીસ સ્ટેશન ની હદના વરખડ ખાતે થી એલ ડી બી ને ખાડી પાસેની ઝાડીઓ માં સંતાડેલા વિદેશી દારૂની 15 પેટીઓ જેની કિંમત રૂપિયા 36 હજાર અને અંગ જડતીના રૂપિયા એક હજાર તેમજ એક બાઇક ની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 87 હજાર નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો જયારે દારૂના વેપલા સાથે સંકળાયેલ બે ઈસમો પૈકી જીતેન્દ્ર અર્જુન વસાવા ( રાણીપુર ) ને પોલીસે ઝડપી પડ્યો હતો પરંતુ તેનો અન્ય એક સાથી ગુમાન બચુ વસાવા ત્યાંથી નાસી છૂટતા પોલીસે એની તપાસ હાથ ધરી અર્જુન વસાવા અને મુદ્દામાલ ને આમલેથા પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદ આમલેથા પોલીસ મથકે આપતા તપાસ આમલેથા પી એસ આઈ જે આર ગામીત કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,

ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY