ન્યુ દિલ્હી,તા.૨૨
કોંગ્રેસે ચૂંટણી પંચના કમિશ્નર અશોક લવાસાની અસંમતિને રેકોર્ડ કરવાના આગ્રહનો અસ્વીકાર કરવાની બાબતને લઈને પ્રશ્ન કર્યો છે કે જ્યારે અહીં બંધારણીય સંસ્થા પોતાના કામકાજમાં નિષ્પક્ષ નથી તો નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે કરાવશે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું આ બંધારણીય રમૂજનો વિષય છે. ચૂંટણી પંચ પોતાના બંધારણીય કર્તવ્યોથી મુક્ત થવા નવી પેટર્ન શરૂ કરવા ઈચ્છે છે.
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં ક્લીન ચીટ આપવાના નિર્ણય પર લવાસાની અસંમતિને રેકોર્ડ કરવાના આગ્રહનો અસ્વીકાર કરી દીધો છે. પંચે ૨.૧ના બહુમતથી આ નિર્ણય લીધો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





