દરબાર સાથે ચાલતી જુની અદાવતમાં દલિત યુવકની હત્યા કરાતા ખળભળાટ

0
9

રાજકોટ,તા.૨૨
કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં દરબાર અને સાથે દલિત વચ્ચે ચાલતી જુની અદાવતમાં પિતાના હત્યારાઓએ પુત્ર પર મંગળવાર રાત્રે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.
કોટડાસાંગાણીના માણેકવાડા ગામે રહેતો રાજુભાઇ નાનજીભાઇ સોંદરવા ૧૮ વર્ષનો દલિત યુવાન તેના મિત્ર સાથે રાજકોટથી રાત્રીના ઘરે જઇ રહ્યો હતો ત્યારે રાત્રીના બારેક વાગ્યા આસપાસ માણેકવાડા ગામની ભાગોળે આવેલા બાપાસીતારામ મંદિર પાસે પહોચતા યશપાલસિંહ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, હરદીપસિંહ અને મહેન્દ્રસિંહ નામના શખ્સોએ બંને યુવાનો સાથે ઝઘડો કરી તલવાર, ધોકા અને પાઇપ જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રાજુ સોંદરવાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવને પગલે દલિત સમાજના ટોળા હોસ્પીટલમાં એકઠા થઇ ગયા હતા અને જ્યાં સુધી કાનુની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. મૃતક યુવાનનાં પિતાની પણ જૂની અદાવતમાં એકાદ વર્ષ પૂર્વે આ જ દરબાર શખ્સોએ પિતા નાનજીભાઇ મેઘજીભાઇ સોંદરવાની હત્યા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY