ટેરિફ ઓર્ડરનું પાલન ન કરવા બદલ ટ્રાઈએ એરટેલ ડિજિટલ ટીવીને ફટકાર લગાવી

0
2

ન્યુ દિલ્હી,તા.૨૪
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ બ્રોડકાસ્ટિંગ અને કેબલ ટીવી સર્વિસીઝ સાથે જાડાયેલા નવા રેગ્યુલેટરી ઢાંચાનું પાલન ન કરવા માટે ભારતી ટેલિમીડિયાને ફટકાર લગાવી છે. ડીટીએચ સર્વિસ પ્રાપ્ત કરાવનારી એરટેલ ડિજિટલ ટીવીને આ જ કંપની ચલાવે છે. નિર્દેશમાં ટ્રાઈના બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસીઝ એડવાઈઝર અરવિંદ કુમારે કંપનીને સબ્સક્રાઈબર્સ દ્વારા આવેલી તમામ ફરિયાદોનું સમાધાન કરવા અને નવા નિયામકીય ઢાંચાનું પાલન કરવા જણાવ્યું છે, જેમાં નવા ટેરિફ ઓર્ડર માટે પ્રાવધાન, સર્વિસ સ્ટાન્ડર્ડની ક્લોલિટી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન સાથે જાડાયેલા રેગ્યુલેશનનો સમાવેશ થાય છે. ટ્રાઈએ કંપનીને પાંચ દિવસની અંદર નવા રેગ્યુલેટરી ઢાંચાનું પાલન કરવા કહ્યું છે.
સ્બ્સક્રાઈબર્સ દ્વારા પ્રાપ્ત થયેલી ફરિયાદો, એરટેલ ડિજિટલ ટીવીની વેબસાઈટ અને ટ્રાઈના અધિકારીઓ દ્વારા કન્ઝ્યુમર પરિસરની તપાસ બાદ રેગ્યુલેટરે જાણ્યું કે ડીટીએચ ઓપરેટર પોતાના સબ્સક્રાઈબર્સને જબરદસ્તી ફ્રી ટૂ એર ચેનલોને બુકે ઓફર કરી રહ્યા છે જેમાં કોઈ વિકલ્પ નથી. ટ્રાઈએ કહ્યું કે કન્ઝ્યુમરની સહમતી વગર ઓફર કરવામાં આવી રહેલા આ બુકેમાં કોઈ અતિરિક્ત નેટવર્ક કેપેસિટી નથી. આ સબ્સક્રાઈબર્સની પસંદ કરવામાં આવેલી ચેનલો સીવાય વધારે ચેનલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY