પ્રકાશ ઝાની ફિલ્મ ‘પરીક્ષા-ધ ફાઇનલ ટેસ્ટ’ પૂર્ણતાનાં આશરે

0
20

મુંબઈ,તા.૨૪
ગંગાજલ, રાજનીતિ અને હીપ હીપ હુર્રે જેવી હિટ ફિલ્મો આપનારા પ્રકાશ ઝાની નવી ફિલ્મ લગભગ પૂરી થવા આવી છે. આ ફિલ્મ પરીક્ષા- ધ ફાઇનલ ટેસ્ટનું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું હતું.
હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન લેવલમાં છે. પ્રકાશ ઝાના પ્રવક્તાએ કહ્યું હતું કે અગાઉ પ્રકાશ ઝાની યોજના એવી હતી કે પોતાની હિટ ફિલ્મ રાજનીતિની મેગાબજેટ સિક્વલ ચાણક્યનીતિ ફિલ્મ બનાવવી. પરંતુ આ ફિલ્મનાં પાત્રો માટે યોગ્ય કલાકારો ઉપલબ્ધ નહોતી એટલે એ વિચાર હાલ માંડી વાળ્યો હતો અને એને બદલે પરીક્ષાઃ ધ ફાઇનલ ટેસ્ટ હાથમાં લીધી હતી.
સૌથી મહત્વની વાત એ હતી કે પરીક્ષા ફિલ્મ માટે તેમણે સ્ટારને લેવાને બદલે પાત્રને અનુરૃપ કલાકારોને પસંદ કર્યા હતા. આદિલ હુસૈન, પ્રિયંકા બોસ અને સંજય સૂરી આ ફિલ્મમાં મહત્વનાં પાત્રો ભજવી રહ્યાં છે.
આ પ્રવક્તાએ એવી માહિતી પણ આપી હતી કે આ ફિલ્મમાં પણ પ્રકાશ ઝાએ કેટલીક સત્યઘટનાઓને સમાવી લીધી હતી અને એકવાર પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું થઇ જાય ત્યારબાદ ઝા પોતાની રિલિઝ ડેટ જાહેર કરશે. આ વર્ષમાં ગમે ત્યારે આ ફિલ્મ રજૂ થઇ શકે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY