બે સીટ પર ચૂંટણી લડતા રોકવા માટેની અરજી પર સુપ્રિમે તાત્કાલિક સુનવણીનો ઇન્કાર કર્યો

0
7

ન્યુ દિલ્હી,તા.૨૫
એક જ ઉમેદવારને બે સીટ પરથી ચૂંટણી લડતા રોકવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે જલ્દી સુનાવણી કરવાની ના પાડી દીધી છે. આ અગાઉ ચૂંટણી પંચે પણ એક જ સીટ પરથી ચૂંટણી લડવાની અરજી પર સમર્થન આપ્યું છે.
આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે એક અરજીમાં કહ્યું હતું કે, એક થી વધારે સીટ પર લડતા ઉમેદવારો પર રોક લગાવામાં આવે.
આ અંગે સુપ્રીમ કોર્ટે સરકાર અને ચૂંટણી પંચને પોતાનો જવાબ આપવા કહ્યું હતું. તો આ અંગે ચૂંટણી પંચે જવાબ આપતા કહ્યું કે, એક સીટ છોડી દેવી મતદારો સાથે અન્યાય થયો બરાબર ગણાશે. જેને લઈ આર્થિક ભાર પણ વધશે. સાથે સાથે ચૂંટણી પંચે એવું પણ કહ્યું હતું કે, ફરી વાર જે ચૂંટણી લડાય તેનો ખર્ચો પણ ઉમેદવાર પાસેથી લેવામાં આવે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, ૨૦૦૪ના ચૂંટણી સુધારા કાયદામાં સંશોધન થવું જોઈએ તથા એકથી વધારે સીટ પર લડતા ઉમેદવાર પર રોક લગાવી જોઈએ. જો કે, સરકારે આ અરજીનો વિરોધ કરતા નિયમોનું સમર્થન કર્યું હતું.સરકારે સમર્થન કરતા કહ્યું હતું કે, આ નિયમથી ઉમેદવાર વધારે સારો વિકલ્પ મળી રહે છે, તથા તે લોકતાંત્રિક વ્યવસ્થાને અનુરુપ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY