કેસની હકીકત એવી છે કે આશરે બે સવા બે વર્ષ પહેલા ભરુચ જિલ્લા ના ઝગડિયા મુકામે રહેતા ફરિયાદી બહેનની જન્મથી મૂંગી અને બહેરી ૧૧ વર્ષીય પુત્રી (ભોગબનનાર) બપોરના સમયે જમીને પોતાના ઘર થી થોડે દૂર ખેતરના પગદંડી વાળા રસ્તે થઈ ઝાડી તરફ કુદરતી હાજતે ગયેલી તે વખતે આરોપી અશોકભાઇ ભીખાભાઇ વસાવાનોએ ભોગબનનાર બહેરી મૂંગી હોય અને એકલી હોય તે બાબતનો લાભ ઉઠાવી તેણી સાથે દુષ્કર્મ આચરેલ.
ભોગબનનારને આવવામાં વાર લગતા ફરિયાદી તેણીની માતા તેણીની શોધ અર્થે તે તરફ ગયેલી તે વખતે આરોપી ભોગબનનાર સાથે પગદંડીના રસ્તેથી ચાલતો આવતો હતો અને ભોગબનનારના કપડાં અને લેંધી લોહી વાળા હતા અને તેણી રડતી હતી તેથી ફરિયાદીએ આરોપીને બોગબનનાર સાથે શું કર્યું એમ પૂછતા આરોપી અશોક વસાવા ત્યાંથી નાસી ગયેલો. ત્યારબાદ ભોગબનનારને લઈ તેણીની માતાએ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવેલી. જે બાબતની તપાસ કરી તેમાં આરોપી વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(આઈ),તથા પોકસો કાયદાની કલમ ૪ અને ૬ મુજબના ગુના સબબ ચાર્જશીટ કરી પોકસો અદાલતને સાદર કરેલ. ત્યારબાદ સદર કેસ ભરુચ પોકસો અદાલતમા ચાલવા અર્થે આવતા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ તથા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર. જે.
દેસાઇએ હાજર થઇ કેસ ચલાવેલ. નામદાર કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષનો પુરાવો તથા મદદનીશ જિલ્લા સરકારી વકીલ તથા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર વકીલ આર.જે.દેસાઈની દલીલો ગ્રાહ્ય રાખી મહેરબાન ભરૂચના એડિશનલ સેશન્સ જજ (સ્પે. પોકસો જજ) એસ. વી. વ્યાસ સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવી પોતે ત્રણ સંતાનો નો પિતા હોવા છતાં એક બહેરી મૂંગી ૧૧ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારના આવા જઘન્ય અપરાધ અંગે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ એવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(આઈ) મુજબ મૃત્યુપર્યત આજીવન કેદ યાને કે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા આજે તા. ૨૫.૦૪.૨૦૧૯ ના રોજ ફરમાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





