પાકિસ્તાન મનમોહનસિંહને ગુરુદ્વારા સુધી ખૂલ્લી ગાડીમાં લઇ જશે

0
6

ન્યુ દિલ્હી,તા.૭
શીખોના પ્રથમ ગુરુ નાનક દેવની ૫૫૦ મી જયંતી પ્રસંગે ૯મી નવેમ્બરના રોજ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન થશે. ભારતથી પાકિસ્તાન જનારા ઉચ્ચ સ્તરીય ગ્રુપની સુરક્ષાને લઈ બુધવારે પ્રશ્નો સર્જાયા હતા, કારણ કે ભારતે આતંકવાદી જોખમના ઈનપુટને ધ્યાનમાં રાખી પાકિસ્તાન જનારા જથ્થા તથા કરતારપુર જનારા વીઆઈપી જથ્થાને સઘન સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા કહ્યું છે. ૫૫૦ લોકોના ગ્રુપમાં ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તથા પંજાબના મુખ્યંમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો પણ સમાવેશ થાય છે. આ જથ્થો બોર્ડરથી આગળ ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી પાકિસ્તાન સીમામાં ચાર કિમી અંદર જશે.
મનમોહન માટે પાકિસ્તાને બેટરીથી સંચાલિત અને ચાર બાજુથી ખુલ્લી ગાડીની વ્યવસ્થા કરી છે. આ તેમની ઝેડ પ્લસ સુરક્ષા પ્રોટોકોલને અનુકૂળ નથી. ભારતે કહ્યું છે કે ભૂતપુર્વ વડાપ્રધાનને ઝેડ પ્લસ શ્રેણીની સમકક્ષ સુરક્ષા આપવામાં આવે. આ ઉપરાંત સંપૂર્ણ ગ્રુપની સુરક્ષાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. સુરક્ષા વસ્થાને જોવા માટે અગાઉથી જ એક ટીમ પણ મોકલવાની માગ કરવામાં આવી છે. હ્જુ સુધી પાકિસ્તાન તરફથી આ અંગે કોઈ જ જવાબ મળ્યો નથી. પાકિસ્તાને કાર્યક્રમો અંગે પણ પૂરી માહિતી આપી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો પાકિસ્તાન આ માટે તૈયાર નહીં થાય તો મનમોહન સિંહ સહિત પૂરું ગ્રુપ તેના જોખમે પાકિસ્તાન જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY