તહેવારોની સીઝનમાં સોના-ચાંદીની કિમતમાં સતત વધારો ઝીંકાયો

0
9

મુંબઈ,તા.૨૮
તહેવારોની સીઝનમાં આભૂષણ બનાવનારાઓની ખરીદી અને દુનિયાભરમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતોના કારણે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામમાં મંગળવારે ૧૫૦નો વધારો થયો હતો. આ ભાવ વધારા સાથે જ સોનાની કિંમત ૩૧,૧૫૦ થઈ છે. ઔદ્યોગિક રોકાણકારો અને સિક્કા નિર્માતાઓના કારણે ચાદીમાં ૧૭૦નો ભાવ વધારો થયો છે.ચાંદીનો ભાવ કિલોગ્રામ ૩૮,૪૭૦ રૂપિયા થયો છે.વેપારીઓએ તહેવારોની સિઝનમાં ભાવ વધારો થશે.
રાજધાની દિલ્હીમાં ૯૯.૯ અને ૯૯.૫ પ્રતિશત શુદ્ધ સોનામાં ૧૫૦નો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવમાં ૩૮૦નો વધારો થયો છે. આઠ ગ્રામ ગિન્નીનો ભાવ ૧૦૦ વધતા ૨૪,૬૦૦ પહોંચ્યો હતો.
ચાંદીના સિક્કા લિવાલ અને બિકવાલમાં ૧ હજારનો ભાવ વધ્યો છે. ચાંદીના સિક્કા લિવાલનો ભાવ ૭૩ હજાર તો ચાંદીના સિક્કા બિકવાલમાં ૭૪ હજાર વધ્યા છે. વિદેશી બજારોમાં અન્ય મુદ્રાઓની સરખામણીમાં ડાલરની સામે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે બહુમુલ્ય ધાતુઓની માગ વધી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY