નીતિશ કુમારને લઇને કોંગ્રેસમાં નરમ વલણ જોવા મળી રહ્યુ છે
ન્યુ દિલ્હી,તા.૧૭
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં એનડીએમાં ચાલી રહેલા ખેંચતાણનો લાભ કોંગ્રેસ લેવા ધારે છે. આ માટે કોંગ્રેસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ એક શરત પણ મુકી છે.
કોંગ્રેસે કÌšં છે કે, જો નીતીશ કુમાર ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લેશે તો તેમને મહાગઠબંધનમાં પરત લેવા માટે સહયોગી દળો સાથે વિચાર કરવામાં આવશે. કોંગ્રેસે આ સોગઠી બરાબર એ સમયે મારી છે જ્યારે લોકસભાની બેઠકોની ફાળવણી વચ્ચે જેડીયુ અને ભાજપ સામસામા વિરોધાભાસી નિવેદનો કરી ચુક્યાં છે.
નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યૂનાઈટેડ)એ જાહેરાત કરી દીધી કે, તે રાજ્યમાં ૪૦ લોકસભા બેઠકોમાંથી ૨૫ પર ચૂંટણી લડશે અને બાકીની ૧૫ ભાજપ માટે છોડશે. જેડીયૂએ આ પોતાના આ એજન્ડામાં એનડીએના અન્ય સહયોગીઓ રામવિલાસ પાસવાનની લોજપા અને ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપાને શામેલ કરી ન હતી. જ્યારે લોકસભામાં લોજપા ૬ અને રાલોસપા ૩ સાંસદ ધરાવે છે. જ્યારે જેડીયૂના સાંસદોની સંખ્યા માત્ર ૨ જ છે.
કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિ સિંહ ગોહિલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરી એ દાવો પણ કર્યો હતો કે, બિહારમાં એવી ધારણા સામાન્ય બની ચુકી છે કે, નરેન્દ્ર મોદી સરકાર પછાત અને અતિ પછાત વર્ગોની વિરોધી છે. આ સ્થિતિમાં પછાત અને અતિ પછાતની રાજનીતિ કરનારાઓ પાસે ભાજપનો સાથ છોડવા શિવાય કોઈ જ વિકલ્પ નથી. ભાજપના વિરૂદ્ધમાં રાષ્ટ્રીય સ્તરે આકાર લેનારા મહાગઠબંધનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રેસ પાસ હશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને હરાવશે.
ગોહીલે કહ્યુ હતું કે, ભાજપ વિરૂદ્ધ રાષ્ટ્રીય સ્તર પર બનનારા મહાગઠનનું નેતૃત્વ સ્વાભાવિક રીતે કોંગ્રેસ જ કરશે. કોંગ્રેસ જ સૌથી મોટી વિરોધી પાર્ટી છે. માટે તેનું નેતૃત્વ હોવુ સ્વાભાવિક છે. આમ પણ અમારો ઈતિહાસ રહ્યો છે કે, અમે અહંકાર સાથે રાખીને નથી ચાલતા. અમે સહયોગીઓ સાથે મળીને ચાલીએ છીએ.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



