આર્થિક વૃદ્ધિ દરને ડબલ અંક સુધી લઇ જવાનો એક મહત્વપૂર્ણ પડકાર : મોદી

0
22

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રમાં નીતી આયોગની બેઠક મળી
ન્યુ દિલ્હી,તા.૧૭
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની સંચાલન પરિષદની ચોથી બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યુ કે, દેશની અર્થવ્યવસ્થા સામે હવે વૃદ્ધિદરને બમણા કરવાના છે જેને લઇને ઘણાં મહત્વપૂર્ણ પગલા ઉઠાવવા પડશે.
તેમણે કહ્યુ કે, ‘ગયા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ની ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂત ૭.૭ ટકાનો વધારો નોંધ્યો છે. હવે આ વૃદ્ધિદરને ડબલ અંક સુધી લઈ જવાનો એક પડકાર છે.’ તેમણે કહ્યુ કે ૨૦૨૨ સુધી ન્યૂ ઈન્ડિયાનું સપનું હવે દેશના પ્રજાજનોનું સપનુ છે. મોદીએ આ સંદર્ભે બેઠકના એજન્ડામાં સામેલ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. જેમાં ખેડૂતોની આવકને ડબલ કરવી, અપેક્ષામુજબ પાછળ રહી ગયેલા જિલ્લાનો વિકાસ, આયુષ્માન ભારત, મિશન ઈન્દ્રધનુષ, પોષણ મિશન અન મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીનો ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાને કહ્યુ કે માલ અને સર્વિસ ટેક્ષ (જીએસટી)નો લાગુ થવો ભારતીય ટીમની આ ભાવનાનું એક જીવતુ જાગતુ ઉદાહરણ છે. વડાપ્રધાને કહ્યુ કે રાજ્યોના મુખ્યપ્રધાનોએ પેટા સમૂહો અને સમિતિઓમાં પોતાના કાર્યના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન, ડીજીટલ લેવડ-દેવડ અને કૌશલ વિકાસ જેવા મુદ્દા પર નીતિઓ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY