અમેરિકાના નવા પ્રતિબંધ પરમાણુ પરિક્ષણ અટકાવવાના રસ્તા બંધ કરી શકે

0
11

તાનાશાહ કિમ જોંગની ધમકી
પ્યોંગયોંગ,તા.૧૭
નોર્થ કોરિયાએ તેના વિરૂદ્ધ હાલમાં જ લગાવવામાં આવેલા પ્રતિબંધોને લઇને અમેરિકાની ટિકા કરતા ચેતવણી આપી છે કે, આ નીતિ પેનિન્નસુલામાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ (Atomic disarmament)નો રસ્તો કાયમ માટે બંધ કરી શકે છે. નોર્થ કોરિયા તરફથી આ ધમકી આવ્યાના થોડાં દિવસ પહેલાં અમેરિકાએ કહ્યું હતું કે, માનવાધિકાર ઉલ્લંઘન મામલે તે નોર્થ કોરિયાના ત્રણ ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. જે અધિકારીઓ પર પ્રતિબંધ લાગ્યો છે, તેમાં નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉનનો ડાબો હાથ ગણાતા ચોએ રયોંગ હાયે પણ સામેલ છે.
ગવર્મેન્ટ કમિટી KCNAમાં જાહેર નિવેદન અનુસાર, નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની સાથે સંબંધો સારાં બનાવવાના પ્રયત્નો માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા, સાથે જ અમેરિકાના વિદેશ મંત્રાલય ડીપીઆરકે-અમેરિકાના સંબંધોને ત્યાં જ લઇ જવા ઇચ્છે છે જ્યાં ગયા વર્ષે હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જા વોશિંગ્ટનને લાગે છે કે, પ્રતિબંધ અને દબાણ વધારવાથી નોર્થ કોરિયા પરમાણુ પરિક્ષણ કરવા વિવશ થઇ જશે તો આ મોટી ભૂલ છે. કારણ કે, આ પ્રકારની નીતિ અપનાવવાથી પેનિન્નસુલાના પરમાણુ નિઃશસ્ત્રીકરણનો રસ્તો હંમેશા માટે બંધ થઇ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY