નહેરુ મિશનના કર્મીઓની રેલી,૧૫૦થી વધુની ધરપકડ

0
72

ગાંધીનગર,તા.૧૪
ગાંધીનગર ખાતે આજે જવાહરલાલ નહેરૂ હેલ્થ મિશનના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગણી સાથે જુના સચિવાલય તરફ જવા માટે રેલી નીકાળવામાં આવી હતી. આ રેલી ઘ-૪ સર્કલ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચી જતા પોલીસે ટાઉનહોલ પાસે ૧૫૦ જેટલા કર્મચારીઓની ધરપકડ કરી હતી. રાજ્યમાં અંદાજે ૧૦ હજાર જેટલા કર્મચારીઓ ધરાવતા આ મિશનના અંદાજે ૫૦૦ જેટલા કર્મચારીઓ જુના સચિવાલયમાં આરોગ્ય કમિશ્નરને રજૂઆત કરવા રેલી સ્વરૂપે જઈ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં જવાહરલાલ નહેરુ હેલ્થ મિશનમાં સમગ્ર રાજ્યમાં અંદાજે ૧૦ હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજેવે છે. જેમાં આ કર્મચારીઓ દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે આ ગ્રાન્ટમાંથી પગાર વધારો આપવાના બદલે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમાં તમામ કર્મચારીઓ દ્વારા પગાર વધરો પરત આપવાની માંગણી સાથે પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રેલી નીકાળી આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં ઘ-૪ સર્કલ પાસે એકત્ર થયેલા જેએનએચએલના આ કર્મચારીઓ રેલી સ્વરૂપે જુના સચિવાલય જવા નીકળ્યા હતા. જ્યાં આરોગ્ય કમિશ્નરને મળી આવેદનપત્ર આપી રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ આ રેલી ઘ-૪ સર્કલથી આગળ ટાઉનહોલ પાસે પહોંચતા જ પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા હતા. જેમાં પોલીસ સાથે સંઘર્ષ કરતા લગભગ ૧૫૦ જેટલા કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ કર્મચારી ભાઈબહેનો દ્વારા તેમની પીઠ ઉપર સ્લોગનના કાર્ડ લગાવવા સાથે પ્લેકાર્ડ હાથમાં લઈ રેલી નીકાળી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY