રાજપથ સહિત ઘણી ક્લબોમાં નવરાત્રિ પા‹કગને લઇ તૈયારી

0
152

અમદાવાદ, તા.૧૪
હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે લીધેલાં ટ્રાફિકનાં કડક નિયંત્રણવાળાં પગલાંના કારણે શહેરની જાણીતી ક્લબોમાં પાકગના અભાવે હવે નવરાત્રીના દિવસો દરમિયાન કલબ યોજનારી ગરબાની ઇવેન્ટમાં ખુબ જ મર્યાદિત સભ્યોને પ્રવેશ આપવા બાબતે ગંભીર વિચારણા હાથ ધરાઇ છે. કર્ણાવતી-કલબ અને રાજપથ કલબ તેમના મેમ્બર્સને પ્રવેશ પાસ આપવા ઉપરાંત ગેસ્ટને કેટલા પ્રમાણમાં આમંત્રીત કરવા તે અંગે ગંભીર વિચારણા કરી રહી છે. જેને પગલે સૌપ્રથમવાર નવરાત્રિના તહેવારોમાં શહેરની રાજપથ, કર્ણાવતી જેવી કલબોમાં માત્ર કલબના સભ્યો અને તેમના મહેમાનોને જ પ્રવેશ અપાય તેવી શકયતા છે. બીજીબાજુ, આ કલબોમાં નવરાત્રિ અને તહેવારો દરમ્યાન મુલાકાતીઓ નિયંત્રિત કરવાના કારણે કલબ મેનેજમેન્ટને મોટી આવક ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરની કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, રાયફલ ક્લબ વગેરે ક્લબોમાં પા‹કગની કેપેસિટી પ્રમાણે જ નવરાત્રી ઇવેન્ટ યોજાશે, જેના કારણે જેના કારણે ક્લબને સ્પોન્સર્સની આવક ગુમાવી પડે તેવી શકયતા છે. જો સ્પોન્સર્સ લેવામાં આવે તો સ્પોન્સર્સને ટિકિટો આપવી પડે, જેનું પ્રમાણ મોટું હોય છે. તો ટિકિટ આપ્યા પ્રમાણેની વ્યવસ્થા પણ કલબે કરવી પડે તેથી ક્લબો પોતાના ખર્ચે ક્લબના સભ્યો માટે જ નવરાત્રીનું આયોજન કરે તેવું પ્લાનીંગ થઇ રહ્યું છે. જેમાં પા‹કગના નિયમોનો ભંગ ન થાય તેની પણ કાળજી લેવાશે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીના જણાવ્યા અનુસાર પા‹કગની સમસ્યા પર પૂરતું ધ્યાન અપાશે, તેનું ચુસ્તપણે પાલન કરાશે. પા‹કગની સગવડ પ્રમાણેની જ ઇવેન્ટનું આયોજન થશે. રાજપથ ક્લબ પાસે હાલમાં ૬૦૦ કારની પા‹કગની સુવિધા છે. ક્લબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે ક્લબ હવે પા‹કગ પ્રમાણેની ઇવેન્ટ યોજશે. એક હજાર આસપાસ લોકો આવી શકે તે પ્રમાણેની ઇવેન્ટ માટે જ હવે હવે કલબ જગ્યા તે બાબતે પણ ગંભીરતાપૂર્ણ આયોજન કરવા બાબત વિચારણા થઇ રહી છે. સાથે-સાથે પા‹કગ માટે ‘વેલે’ની સુવિધા પણ અપાશે. શહેરમાં યોજાતી ઘણી મોટી ઇવેન્ટ મોટા ભાગે કર્ણાવતી અને રાજપથમાં યોજાતી હોય છે. આ વર્ષે બંને ક્લબમાં માત્ર સભ્યો અને પરિવારને જ નવરાત્રી ઇવેન્ટમાં એન્ટ્રી અપવામાં આવશે. એક અંદાજ મુજબ રાજપથમાં ૧૪,૦૦૦ મેમ્બરશીપ છે. તેમના પરિવારને ગણતાં સભ્ય સંખ્યા મોટી થઇ શકે છે. તેથી વહેલા તે પહેલાના ધોરણે પાસની ફાળવણી થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. બંને ક્લબ વધારાના પા‹કગ માટે આસપાસના પ્લોટ પા‹કગ માટે ભાડે મેળવવા પ્રયાસ કરી રહી છે. જા કે, પાર્કિગને લઇ શહેરની કલબો મોટી મથામણ અને મૂંઝવણભરી પરિÂસ્થતિમાં કોઇક માર્ગ કાઢવાના પ્રયાસોમાં વ્યસ્ત બની છે, તે વાસ્તવિકતા છે. કારણ કે, નવરાત્રિ અને તહેવારોની ઇવેન્ટોની લાખો રૂપિયાની આવક ગુમાવવું કલબ મેનેજમેન્ટને પોષાય તેમ નથી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY