રાજકોટ,તા.૧૯
પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ વિધિમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લલિત કગથરાના નિવાસ સ્થાનેથી લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
તમને જણાવી દઇએ કે, પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પુત્રોને શનિવારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો.
લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રામાં ઉપસ્થિત રહેલા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લલિતભાઇ અને ઇલાબહેન પર દુઃખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. ભગવાન વિશાલના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કરું છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમાચાર માની ન શકાય તેવા હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ ઝીલવાની શકિત આપે તેવી પ્રાર્થના કરું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





