સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડી મચી

0
5

સુરત,તા.૧૯
મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પાંડેસરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી હોવાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, આગે વિકરાળરૂપ ધારણ કરી લેવા શહેરના માન દરવાજા, ભેસ્તાન, ડિંડોલી અને મજુરા ફાયર સ્ટેશનનો કાફલાની ૧૦ ગાડીઓ પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી પહેલા આગને પ્રસરતા અટકાવી હતી. ત્યારબાદ ભારે જહેમતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ભીષણ આગના પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY