સ્ટેચ્યુ અને નર્મદા બંધ સહીત ગુજરાતની બોર્ડર હોય પોલીસ સ્ટાફ પૂરતો જરૂરી હોય નર્મદા ને નવા 185 સુરક્ષા જવાનો મળશે.
રાજપીપળા : નર્મદા જિલ્લો જાહેર થયો ત્યારથી હજુ સુધી જિલ્લાને પોલીસ મહેકમ ફાળવાયું નથી ત્યારે જિલ્લામાં સૌથી મહત્વના સ્થળ હોય જિલ્લામાં સુરક્ષા ખુબ જરૂરી છે. તાંજેતર માં લેવાયેલી લોકરસક્ષક દળ ની ભરતી માં 3000 થી વધુ લોકરક્ષક દળ,આર્મ અને અનાર્મ ની ભરતી કરવામાં આવી જેમાં નર્મદા જિલ્લામાં પોલીસ જવાન અને મહિલા જવાન 185 જેટલા મુકાયા છે. હાલમાં તો એક નિયુક્તિ નો ઓર્ડર થયો છે જેથી તાલીમ બાદ તેઓ નર્મદા જિલ્લાનું પોસ્ટિંગ સંભાળશે.
નર્મદા જિલ્લો ગુજરાત ની બોર્ડર નો જિલ્લો છે મહારાષ્ટ્રં રાજ્યને જોડતો જિલ્લો છે જેથી સુરક્ષા ની દ્રષ્ટિએ બોર્ડર પર સુરક્ષા બંધોબસ્ત જરૂરી છે. જયારે નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વ ના સ્થળો બન્યા અને પ્રવાસન સ્થળ હોય નર્મદા માં સુરક્ષાની ખુબ મોટી જવાબદારી છે સાથે પડકાર પણ છે ત્યારે ઓછા સ્ટાફ સાથે અત્યાર સુધી જિલ્લા પોલીસ વડા એ પોતાની સૂઝબૂઝથી કામ ચલાવ્યું જોકે સુરક્ષા માં કોઈ કચાસ આવવા દીધી નથી. હવે આ પોલીસ જવાનો જિલ્લામાં તાલીમ લઇ ને આવશે એટલે કેવડિયા વિસ્તારમાં અને સાગબારા વિસ્તાર માં વધુ મુકાશે.
અત્રે ઉલ્લખનીય છે કે નર્મદા લોકરક્ષક દળ ની પરીક્ષામાં પેપર લીક થયાની ઘટના ને લઈને ઘણો ઓહાપો થયો હતો. પરંતુ એકદમ ઓર્ડર આપી દેવામાં આવ્યા પોસ્ટિંગ પણ ફાળવી દેવામાં આવતા રાજ્યમાં આ ભરતી પ્રક્રિયા સામે વિરોધ પણ ફેલાયો છે બીજી બાજુ સૌથી વધુ પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના યુવક યુવતીઓ વધુ હોય નર્મદા જિલ્લા ના માંડ બે થી ત્રણ પાસ થયા છે જોકે પરીક્ષા 10 હજાર થી વધુ બેરોજગારોએ પરીક્ષા આપી હતી પરંતુ આ ભરતીમાં મોટી લાગવગ થઇ છે એવી શંકાએ પુનઃ ચકાસણી કરી આ નિમણૂંક રદ કરવાની પણ માંગ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


