રાંચી,તા.૧૨
એક Whatspp ફોટોના કારણે લગભગ આઠ વર્ષ પછી ઝારખંડની રહેવાસી એક છોકરીની ઓળખાણ થઇ છે. જ્યારે છોકરીની તસ્કરી કરનારા લોકોએ તેને વર્ષો પહેલા ‘મૃત’ જાહેર કરી હતી.
મુળ ઝારખંડના ગુમલાની રહેવાસી છોકરી જાડે દિલ્હીમાં એક વ્યકિતના ઘરમાં વગર પૈસા નોકરાણીનું કામ કરાવવામાં આવતું હત. રીપોર્ટ મુજબ, છોકરીના ભાઈએ ગુમલાની એન્ટિ-મન ટ્રેફિકિંગ યુનિટમાં ફરિયાદ દાખલ કરાવી છે. છોકરીના ભાઈએ તે વ્યકિત સામે કાર્યવાહીની માંગ કરી છે, જેને ત્યાં છોકરી જાડે જબરદસ્તી કામ કરાવવામાં આવતું હતું.
આ છોકરીને એક વ્યકિતએ દિલ્હીમાં નોકરીની વાત કરીને લાવી હતી, પરંતુ ત્યારબાદ તેના ઘરના લોકોને જણાવવામાં આવ્યું હતું કે, તેનું મૃત્યુ થઇ ગયું છે.
આ વાતના ખુલાસા વિશે જણાવીએ તો, થોડા દિવસો પહેલાં દિલ્હીમાં એક એજન્સીની પ્લેસમેન્ટ દરમિયાન ગુમલાની એક અન્ય છોકરીએ તેને જાઇ તો તેની તસ્વીર ખેંચી લીધી હતી. આ તસ્વીરને તેણે ઝારખંડના બસિયાના એક છોકરાને મોકલી હતી. ત્યારબાદ આ ફોટો પીડિત છોકરીના પરિવાર સુધી પહોંચ્યો અને આ કેસ વિશે ખુલાસો થયો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




